World Cup 2023 : 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ટાઈમ આઉટ થયો મૈથ્યૂઝ

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ટાઈમ આઉટ થયો મૈથ્યૂઝ 1 - image
Image:IANS

World Cup 2023 SL vs BAN : શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 38મી મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન કંઇક એવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મૈથ્યૂઝ(Angelo Mathews Becomes First Cricketer To Be Given Timed Out)ને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. આજ સુધી કોઈપણ બેટ્સમેનને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ રીતે આઉટ આપવામાં આવ્યો નહોતો.

શાકિબે કરી ટાઈમ આઉટની અપીલ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ શ્રીલંકાના બેટ્સમેન સદીરા સમરવિક્રમાના આઉટ થયા બાદ એન્જેલો મૈથ્યૂઝ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ મૈથ્યૂઝનો હેલ્મેટ ઠીક ન હતો, તેને પહેરવામાં મૈથ્યૂઝને સમસ્યા થઇ રહી હતી. જે પછી તેણે પવેલિયનથી બીજો હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મૈથ્યૂઝ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. શાકિબની અપીલ બાદ અમ્પાયર મૈથ્યૂઝ પાસે ગયા અને તેને પાછા જવા માટે કહ્યું હતું.

ટાઇમ આઉટ અંગે શું કહે છે ICCનો નિયમ

મૈથ્યૂઝે આ અંગે અમ્પાયર્સ સાથે ઘણી ચર્ચા કરી હતી પરંતુ અંતે તેને પવેલિયન પરત ફરવું પડ્યું હતું. ICCના નિયમ 40.1.1 મુજબ વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રીટાયર્ડ થયા પછી આવનારા બેટ્સમેને 3 મિનિટ સુધી બોલ રમવા માટે તૈયાર રહેવું પડશે. જો આમ ન થાય તો વિરોધી ટીમના ખેલાડીઓ ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.

World Cup 2023 : 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ટાઈમ આઉટ થયો મૈથ્યૂઝ 2 - image


Google NewsGoogle News