શાનદાર બેટિંગ બાદ પણ KKRમાંથી આ ખેલાડીની થઈ શકે છે હકાલપટ્ટી, રિટેન થવાની કોઈ આશા નહીં
Andre Russell Will Not Be Retained By Kolkata Knight Riders : ગત IPL 2024ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)એ લીગનું ટાઈટલ જીત્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ કિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ આન્દ્રે રસેલ સહિત દરેક ખેલાડીએ ટીમને ટાઈટલ જીતવામાં મદદ કરી હતી. રસેલે બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રસેલ વર્ષ 2014થી કોલકાતાનો ભાગ છે. પરંતુ હવે એક અહેવાલ અનુસાર ખુલાસો થયો છે કે, રસેલ અને KKR વચ્ચેની ભાગીદારી IPL 2025માં સમાપ્ત થઈ શકે છે.
મળતી માહિતી અનુસાર, રસેલને આગામી IPL 2025 માટે રિટેન કરવામાં આવશે નહી. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. IPL 2024માં રસેલે 9 ઇનિંગ્સમાં 31.71ની સરેરાશ અને 185ની શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરીને 222 રન બનાવ્યા હતા. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 64 રન હતો. આ સિવાય તેણે 14 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 15.52ની સરેરાશથી 19 વિકેટ ઝડપી હતી.
છેલ્લી સિઝનના કરેલા શાનદાર પ્રદર્શન પછી પણ રસલને જો રિટેન રાખવામાં નહીં આવે તો તે ખરેખર KKRનો ચોંકાવનારો નિર્ણય હશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે IPL 2025 પહેલા કોલકાતાની ફ્રેન્ચાઈઝી રસેલને લઈને શું નિર્ણય કરે છે. જો રસેલ ઓક્શનમાં આવે તો તેને સારી કિંમત મળી શકે છે.
આ પણ વાંચો : IPL Retention: આ ખેલાડીઓને કરોડો રૂપિયામાં રિટેન કરશે ટીમો, જુઓ સંભવિત લિસ્ટ
અત્યાર સુધીમાં રસેલે કુલ 127 IPL મેચ રમી છે. જેમાં તેણે 105 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 29.22ની સરેરાશ અને 174.92ની સ્ટ્રાઇક રેટથી 2484 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 11 અડધી સદી ફટકારી હતી. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 88 રન રહ્યો હતો. આ સિવાય તેણે 112 ઇનિંગ્સમાં 115 વિકેટ લીધી હતી. જેમાં શ્રેષ્ઠ આંકડો 5/15નો હતો.