સરફરાઝના પિતાને થાર ગાડી આપવાની મહિન્દ્રાએ કરી ઓફર, ટ્વિટ કરીને જુઓ શું લખ્યું
ગુરુવારથી શરુ થયેલી રાજકોટ ટેસ્ટ મેચમાં સરફરાઝે ડેબ્યૂ કર્યું
Anand Mahindra offered to gift a Thar to Naushad Khan : દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઑટોમોબાઈલ કંપની મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ રાજકોટ ટેસ્ટ (Rajkot Test)માં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન (Sarfaraz Khan) અને તેના પિતા નૌશાદ ખાન (Naushad Khan)ની પ્રંશસા કરી છે. આનંદ મહિન્દ્રાએ સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનને મોટી ભેટ આપવાની ઓફર પણ કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે 'જો સરફરાઝના પિતા ભેટ સ્વીકારશે તો મને સારુ લાગશે.'
આનંદ મહિન્દ્રાએ નૌશાદ ખાનને ભેટ આપવાની ઓફર કરી
આનંદ મહિન્દ્રાએ નૌશાદ ખાનને થાર (Gift of Thar) આપવાની ઓફર પણ કરી છે. તેઓ ઘણી વખત ખેલાડીઓ માટે આવું કરે છે. જોકે, કેટલાક પ્રસંગોમાં ખેલાડીઓના માતા-પિતા પણ આ રીતે પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. સરફરાઝ ખાનની સફળતામાં પિતા નૌશાદ ખાને કેટલી મહત્વની ભૂમિકા ભજવી તે સૌ કોઈ જાણે છે. આ જ કારણ છે કે આનંદ મહિન્દ્રા નૌશાદની મહેનતને ઓળખીને તેમને ભેટ આપવાની વાત કરી છે.
જો નૌશાદ ખાન ભેટ સ્વીકારશે તો તે મારા માટે સન્માનની વાત હશે : આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાએ આજે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને સરફરાઝ ખાન અને તેના પિતાની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે લખ્યું હતું કે, 'હિંમત હારશો નહીં, બસ! વધુ મહેનત, સાહસ, અને ધીરજ એક પિતા માટે બાળકને પ્રેરણા આપવા માટે આનાથી વધુ સારા ગુણ શું હોઈ શકે? એક પ્રેરણાદાયી માતા-પિતા હોવાના કારણે, જો નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારશે તો તે મારા માટે સૌભાગ્ય અને સન્માનની વાત હશે.'