Get The App

IPLમાં 174 વિકેટ ખેરવનારા ખેલાડીનું નામ મેગા ઓક્શનની લિસ્ટમાંથી ગાયબ, એક પણ ટીમે રસ ન દાખવ્યો

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
IPLમાં 174 વિકેટ ખેરવનારા ખેલાડીનું નામ મેગા ઓક્શનની લિસ્ટમાંથી ગાયબ, એક પણ ટીમે રસ ન દાખવ્યો 1 - image

IPL 2025, Amit Mishra : આગામી IPL 2025 માટે મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદ અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. જેને લઈને શોર્ટલિસ્ટેડ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રિષભ પંત, શ્રેયસ અય્યર અને જોસ બટલર જેવા ખેલાડીઓને માર્કી લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન એક ખેલાડીનું નામ જે ખૂટે છે. જેણે તમામ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તે નામ છે સ્પીનર ​​અમિત મિશ્રાનું. અમિત મિશ્રા IPLના ઈતિહાસમાં એક સમયે બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. હાલમાં તે 174 વિકેટ સાથે 7મા નંબર પર છે.

IPL 2017થી અમિત મિશ્રાએ સિઝનમાં 14 મેચ રમી નથી

અમિત મિશ્રાનું નામ સામેલ ન કરવાથી તેની આઈપીએલ કારકિર્દી લગભગ સમાપ્ત થઇ ગઈ એવું મનાઈ રહ્યું છે. તે છેલ્લી કેટલીક સિઝનથી સતત પ્લેઇંગ 11નો ભાગ રહ્યો છે. મિશ્રાએ IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે માત્ર એક જ મેચ રમી હતી. તેણે IPL 2020માં 3 મેચ અને પછી 2021માં 4 મેચ રમી હતી. IPL 2017થી અમિત મિશ્રાએ સિઝનમાં 14 મેચ રમી નથી.

અમિત મિશ્રાની IPL કારકિર્દી

IPL કારકિર્દીની શરૂઆત અમિત મિશ્રાએ દિલ્હી કેપિટલ્સથી કરી હતી. વર્ષ 2008માં તે દિલ્હીમાં જોડાયો હતો. આ પછી તે વર્ષ 2011માં ડેક્કન ચાર્જર્સ સાથે જોડાયો હતો. અને ત્યારબાદ વર્ષ 2013 અને 2014માં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં સામેલ થયો હતો. અને પછી ફરીથી તે વર્ષ 2015માં દિલ્હીમાં પાછો ફર્યો હતો. અને 2021 સુધીતે  ફ્રેન્ચાઇઝી માટે રમ્યો હતો. જો કે, અમિતે તેની કારકિર્દીમાં એક પણ IPL ટ્રોફી જીતી નથી.

ભારતીય ટીમથી પણ દૂર અમીત

છેલ્લે અમિતે વર્ષ 2017માં ભારતીય ટીમ માટે T20 રમી હતી. તેણે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 T20 રમી છે. તે IPL 2024 બાદ ક્રિકેટથી દૂર છે. તે 2019થી A લિસ્ટ ક્રિકેટથી પણ દૂર છે. અમિતે તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2016માં રમી હતી.

આ પણ વાંચો : ગિલને થયું ફ્રેકચર, રોહિત શર્મા અંગે સસ્પેન્સ: ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં આ બે ખેલાડી કરી શકે છે ડેબ્યૂ

મેગા ઓક્શના માટે 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ

અહીં તમને જણાવી દઈએ કે આ વર્ષના મેગા ઓક્શના માટે 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 574માંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે. અને સહયોગી દેશોના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 318 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ ઓક્શનમાં સામેલ થશે. મેગા ઓક્શન 24 નવેમ્બરે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. IPL 2025 મેગા ઓક્શનમાં કુલ ખાલી સ્લોટ 204 છે. તેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ હશે. 81 ખેલાડીઓએ 2 કરોડ રૂપિયાની મહત્તમ બેઝ પ્રાઈઝ માટે પોતાના નામ આપ્યા છે.

IPLમાં 174 વિકેટ ખેરવનારા ખેલાડીનું નામ મેગા ઓક્શનની લિસ્ટમાંથી ગાયબ, એક પણ ટીમે રસ ન દાખવ્યો 2 - image


Google NewsGoogle News