Get The App

શુભમનને કેપ્ટન્સી કેવી રીતે કરવી તેનો કોઈ આઈડિયા જ નથી : પૂર્વ ખેલાડીના દાવાથી ખળભળાટ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Shubman Gill during the toss T20 cricket match against Zimbabwe
Image : IANS 

Amit Mishra on Shubman Gill's Captaincy: રોહિત શર્મા (Rohit Sharma) બાદ T20 ક્રિકેટમાં ભારતીય ટીમ (Indian Team)ની કમાન કોના હાથમાં સોંપાશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. કેપ્ટનશીપમાં શુભમન ગિલ (Shubman Gill)ના નામની પણ ચર્ચા થાય છે અને હાલ ઝિમ્બાવે પ્રવાસે પણ તેની આગેવાની હેઠળ જ યજમાન ટીમને 4-1થી હરાવ્યું છે. ત્યારે ગિલની કેપ્ટન્સીને લઈને પૂર્વ ભારતીય ખેલાડીએ એવો દાવો કર્યો કે જેને લઈને ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.

પૂર્વ ખેલાડીએ ગિલની કેપ્ટનશીપની ટીકા કરી

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ​​અમિત મિશ્રા (Amit Sharma)એ એક પોડકાસ્ટમાં ગિલની કેપ્ટનશીપની ટીકા કરીને સવાલો ઉઠાવ્યા હતા. પોડકાસ્ટમાં જ્યારે મિશ્નાને પૂછવામાં આવ્યું કે શું ગિલ ભારતનો ભાવિ કેપ્ટન છે. ત્યારે અમિત મિશ્રાએ આના પર પ્રતિક્રિયા આપીને જે જવાબ આપ્યો તેનાથી ખળભળાટ મચાવી દીધો હતો. મિશ્રાએ સીધું જ કહી દીધુ હતું કે, 'ગિલને કેપ્ટન્સી કેવી રીતે કરવી તેનો કોઈ આઇડ્યા જ નથી. મેં તેને આઈપીએલ કેપ્ટનશીપ કરતા જોયો છે, ગિલને કેપ્ટનશીપ કેવી રીતે કરવી તે આવડતું જ નથી.'

ગાયકવાડ ગિલ કરતાં વધુ સારો ખેલાડી : મિશ્રા

આ ઉપરાંત અમિત મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ ગિલ કરતાં વધુ સારો ખેલાડી છે. હું ગિલનો કોઈ હેટર નથી, પરંતુ મને લાગે છે કે ઋતુરાજને કેપ્ટન્સી આપવી જોઈતી હતી. ગિલને વધુ તકો મળી રહી છે કારણ કે રાહુલ દ્રવિડ તેને વધુ પસંદ કરે છે.' અમિત મિશ્રાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. નોંધનીય છે કે રોહિત શર્માની T20Iમાંથી નિવૃત્તિ પછી T20Iમાં ભારતનો આગામી સુકાની પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે. ગિલ સિવાય સૂર્યકુમાર (Suryakumar) અને પંત (Pant)ના નામની પણ ચર્ચા થઈ રહી છે. ગૌતમ ગંભીર (Gautam Gambhir)ના કોચ બન્યા બાદ હવે જોવાનું એ રહેશે કે શ્રીલંકા સામેની સીરીઝ માટે ભારતની કેપ્ટનશીપ કયા ખેલાડીને મળે છે.

આ પણ વાંચો: 

ટીમ ઈન્ડિયાના 4 દિગ્ગજ ખેલાડીઓ સામે FIR

ક્રિકેટજગતના લોકપ્રિય ખેલાડીએ તમામ ફોર્મેટમાંથી લીધી વિદાય

યુવરાજની ઓલટાઈમ ઇલેવનમાં ધોની નહીં પણ જૂના દુશ્મનને આપ્યું સ્થાન

શુભમનને કેપ્ટન્સી કેવી રીતે કરવી તેનો કોઈ આઈડિયા જ નથી : પૂર્વ ખેલાડીના દાવાથી ખળભળાટ 2 - image


Google NewsGoogle News