સુપર-8માં ઉલટફેર કરતાં ચૂક્યું અમેરિકા, દ.આફ્રિકાનો 18 રને વિજય, રબાડાએ 19મી ઓવરમાં બાજી પલટી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
સુપર-8માં ઉલટફેર કરતાં ચૂક્યું અમેરિકા, દ.આફ્રિકાનો 18 રને વિજય, રબાડાએ 19મી ઓવરમાં બાજી પલટી 1 - image


Image: Facebook

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ હેઠળ બુધવારે સુપર-8ની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ 18 રનથી શાનદાર જીત નોંધાવી. સાઉથ આફ્રિકા અને યુએસએની વચ્ચે રમાયેલી મેચમાં આકરી ટક્કર જોવા મળી. યુએસએએ રન ચેઝમાં ચોંકાવનારું પ્રદર્શન કર્યું. સાઉથ આફ્રિકા તરફથી 195 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુએસએની ટીમે શ્રેષ્ઠ બેટિંગ કરી. યુએસએની ઈનિંગની 18મી ઓવર સુધી લાગ્યું કે તે આ મેચ જીતીને એક વાર ફરી મોટો ઉલટફેર કરી શકે છે. જોકે 19મી ઓવરમાં બાજી પલટી ગઈ.

કાગિસો રબાડાએ મેચ પલટી દીધી

કાગિસો રબાડાએ 19મી ઓવરમાં બાજી પલટી દીધી. તેણે આ ઓવરના પહેલા જ બોલ પર શાનદાર બેટિંગ કરી રહેલા હરમીત સિંહની વિકેટ લીધી. 21 બોલમાં 38 રન બનાવીને રમી રહેલા હરમીતે મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બાઉન્ડ્રી પર કેચ પકડાઈ ગયો. હરમીતની વિકેટ બાદ યુએસએની ટીમ ઘૂંટણે આવી ગઈ. રબાડાએ આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા.  જેનાથી આ મેચ સાઉથ આફ્રિકાના કબ્જામાં આવી ગઈ.

યુએસએના બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરી

આ પહેલા યુએસએના બેટ્સમેનોને 3 ઓવરમાં જીત માટે 50 રનની જરૂર હતી. એન્ડ્રીસ ગૂસ અને હરમીત સિંહ મળીને તાબડતોડ બેટિંગ કરી અને 22 રન કર્યાં. તે બાદ મેચ યુએસએના પક્ષમાં જવા લાગી. યુએસએને જીત માટે 28 રનની જરૂર હતી, પરંતુ કાગિસો રબાડાએ પોતાની સૂઝબૂઝ ભરી બોલિંગથી પાસું જ પલટી દીધું. રબાડાની ઓવરમાં લગભગ 2 રન બનાવ્યા બાદ યુએસએની ટીમ અંતિમ ઓવરમાં 7 રન જ બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ. 

કાગિસો રબાડાનું શાનદાર પ્રદર્શન

સાઉથ આફ્રિકાની તરફથી કાગિસો રબાડા આ મેચના સ્ટાર રહ્યાં. તેમણે 4 ઓવરમાં લગભગ 18 રન આપ્યા અને 3 વિકેટ લીધી. કેશવ મહારાજ, એનરિક નોર્ટજે અને તબરેજ શમ્સીને એક-એક વિકેટ મળી. યુએસએની તરફથી એન્ડ્રીસ ગૂસે શાનદાર બેટિંગનો નજારો બતાવ્યો. ગૂસે 47 બોલમાં 5 ચોગ્ગા, 5 સિક્સર 170.21 ના સ્ટ્રાઈક રેટથી 80 રન કર્યા. નીચલા ક્રમ પર હરમીત સિંહે 22 બોલમાં 2 ચોગ્ગા, 3 સિક્સર મારીને 38 રન બનાવ્યાં. જોકે તે ટીમને જીત અપાવી શક્યાં નહીં. આ મેચમાં જીત નોંધાયા બાદ સાઉથ આફ્રિકાએ સુપર-8માં 2 સ્કોર પ્રાપ્ત કરી દીધો છે. હવે તેની આગામી મેચ 21 જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હશે.


Google NewsGoogle News