‘છેલ્લા 16 વર્ષથી એટલે જ હારી રહ્યા છો તમે…’, RCB પર ભડક્યો પૂર્વ ક્રિકેટર

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
‘છેલ્લા 16 વર્ષથી એટલે જ હારી રહ્યા છો તમે…’, RCB પર ભડક્યો પૂર્વ ક્રિકેટર 1 - image
Image:IANS

Ambati Rayudu : IPL 2024માં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત છેલ્લી 16 સિઝન જેવી જ જોવા મળી રહી છે. RCBએ IPL 2024માં ચાર મેચ રમી છે, જેમાંથી તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. RCB તેના હોમ ગ્રાઉન્ડ પર બે મેચ હારી છે, જ્યારે IPLની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સિવાય બાકીની તમામ ટીમો હોમગ્રાઉન્ડ પર રમતા જીતી છે. RCBની આ કારમી હાર પર વાત કરતા અંબાતી રાયડુએ જણાવ્યું કે RCBની ટીમ છેલ્લી 16 સિઝનમાં કેમ નિષ્ફળ રહી છે.

RCBની હાર બાદ ટીમ પર ભડક્યો પૂર્વ ક્રિકેટર

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ RCB અને LSG વચ્ચે રમાયેલી મેચ બાદ કહ્યું, "RCBની બોલિંગ હંમેશા અંદાજીત સ્કોર કરતા વધુ રન આપે છે અને બેટિંગ હંમેશા અંડર પરફોર્મ કરે છે. તમે જુઓ છો કે RCBના મિડલ ઓર્ડરમાં કોણ બેટિંગ કરે છે. તમારા ભારતીય યુવા બેટર અને એક દિનેશ કાર્તિક. તમારા પ્રખ્યાત ખેલાડીઓ, તમારા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, જેમણે પ્રેશર લેવું જોઈએ, તે લોકો ક્યાં છે? દરેક વ્યક્તિ ડ્રેસિંગ રૂમમાં છે. આ આજે નથી થઈ રહ્યું, પરંતુ છેલ્લા 16 વર્ષથી આ જ કહાની છે આ ટીમની."

‘જાણીતા ખેલાડીઓ કેકમાંથી ક્રીમ ખાઈને નીકળી જાય છે’

રાયડુએ આગળ કહ્યું, "જ્યારે દબાણ હોય છે ત્યારે RCBમાં કોઈ મોટો ખેલાડી જોવા મળતો નથી. બધા યુવા ખેલાડીઓ પાછળ રમતા રહે છે અને જેઓ પ્રખ્યાત ખેલાડી છે તે આગળ જઈને રમે છે. તેઓ કેકમાંથી ક્રીમ ખાઈને નીકળી જાય છે. આવી ટીમ ક્યારેય જીતતા નથી. તેથી જ આ લોકો આટલા વર્ષોથી IPL જીતી શક્યા નથી." અંબાતી રાયડુએ ખરેખર સાચો મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે RCB પાસે ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનર તરીકે છે. કેમરન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ પણ ટોચના 4 અથવા વધુમાં વધુ ટોચના 5માં રમે છે અને અનુજ રાવત અને મહિપાલ લોમરોર જેવા ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં રમે છે.

‘છેલ્લા 16 વર્ષથી એટલે જ હારી રહ્યા છો તમે…’, RCB પર ભડક્યો પૂર્વ ક્રિકેટર 2 - image


Google NewsGoogle News