આ ભારતીય ક્રિકેટરનો રાજનીતિથી થયો મોહભંગ, 9 દિવસમાં રાજકારણ છોડીને સૌને ચોંકાવ્યા

અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (YSRCP) સાથે જોડાયો હતો

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
આ ભારતીય ક્રિકેટરનો રાજનીતિથી થયો મોહભંગ, 9 દિવસમાં રાજકારણ છોડીને સૌને ચોંકાવ્યા 1 - image
Image:Twitter

Ambati Rayudu Leave Politics : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (YSRCP) સાથે જોડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું છે. જો કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી. તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે.

અંબાતી રાયડુએ YSRCPમાંથી આપ્યું રાજીનામું

અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ટ્વિટ કરતા લખ્યું, ‘આ બધાને જણાવવા માટે છે કે મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમયે આગળની કાર્યવાહી જાહેર કરવામાં આવશે.’ રાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની હાજરીમાં પાર્ટી સાથે 28 ડિસેમ્બરના રોજ જોડાયો હતો. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી પણ હાજર હતા. પાર્ટી છોડવાના નિર્ણય અંગે રાયડુએ કઈ સ્પષ્ટ કર્યું નથી.

IPL 2023 પછી કહ્યું ક્રિકેટને અલવિદા

રાયડુએ IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. IPL 2023માં અંબાતી રાયડુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો. જો કે આ પહેલા વર્ષ 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. તેણે પોતાના ક્રિકેટિંગ કરિયરમાં 55 ODI અને 6 T20I મેચ રમી હતી. આ ઉપરાંત તેણે પોતાના કરિયરમાં 203 IPL મેચો રમી છે.

આ ભારતીય ક્રિકેટરનો રાજનીતિથી થયો મોહભંગ, 9 દિવસમાં રાજકારણ છોડીને સૌને ચોંકાવ્યા 2 - image


Google NewsGoogle News