Get The App

અમન સેહરાવતનું વજન પણ 4.6 કિલો વધી ગયું હતું, 10 કલાકની આકરી મહેનતે અપાવ્યો છઠ્ઠો મેડલ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
aman-sehrawat


Paris Olympics 2024: ભારતને કુશ્તીમાં પહેલો મેડલ 9 ઓગષ્ટે મળ્યો. 21 વર્ષના અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રાની કેટેગરીમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ આ મેચ પહેલા અમનને પણ વીનેશ ફોગટ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સેમિફાઇનલ મેચ બાદ અમનનું વજન 61 કિલોથી વધુ વધી ગયું હતું, જે નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે હતું. આ પછી, કોચની સખત મહેનતના કારણે, અમને 10 કલાકની અંદર પોતાનું વજન 57 કિલોથી ઓછું કર્યું હતું.

વજન ઘટાડવા 10 કલાક મહેનત કરી 

ભારતની વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ વધુ વજનના કારણે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેવી જ રીતે અમનનું વજન વધી જતા તેના કોચને પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સિનિયર કોચ જગમંદર સિંહ અને વીરેન્દ્ર દહિયાએ 10 કલાક અમન સાથે તેનું વજન ઘટાડવા માટે મહેનત કરી હતી. જેમાં અમનને દોઢ કલાક માટે મેટ સેશન કરાવવા આવ્યું તેમજ એક કલાક માટે ગરમ પાણીથી સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું.

મહેનત બાદ સવારે લગભગ 4:30 વાગ્યે વજન ઘટ્યું 

તેમજ 5-5 મિનિટના સૌના બાથના 5 સેશન પણ થયા. આ ઉપરાંત તેને લાઇટ જોગિંગ પણ કરાવવામાં આવી. કોચની સખત મહેનતને કારણે, સવારે લગભગ 4:30 વાગ્યે, અમનનું વજન 57 કિલોની નિર્ધારિત મર્યાદા કરતાં સહેજ ઓછું, 56.9 કિલો થઈ ગયું ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો.

આ પણ વાંચો: ભારતને છઠ્ઠો મેડલ અપાવનાર પહેલવાને બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યા, દાદાએ ઉછેર્યો, જાણો તેના વિશે

કુશ્તીમાં અમનની સફર આવી રહી...

કુશ્તીમાં જુસ્સો હોવાથી કોચ લલિત કુમાર હેઠળ અમને તાલીમ લેવાની શરુ કર્યું હતું. ત્યારબાદ  2021માં તેની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ચર્ચામાં આવ્યો હતો. આ પછી 2022 એશિયન ગેમ્સમાં 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. જાન્યુઆરી 2024 માં, તેણે ઝાગ્રેબ ઓપન રેસલિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

અમન સેહરાવતનું વજન પણ 4.6 કિલો વધી ગયું હતું, 10 કલાકની આકરી મહેનતે અપાવ્યો છઠ્ઠો મેડલ 2 - image


Google NewsGoogle News