અમન અને સ્વપ્નિલ પણ ઓલિમ્પિકમાં ઝળક્યા
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ છ ચંદ્રક જીત્યા હતા. ભારતને હોકીની સાથે નિશાનેબાજીની સાથે કુસ્તીમાં પણ ચંદ્રકો મળ્યા હતા. ૨૯ વર્ષના સ્વપ્નિલ કુસાલેએ ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે નિશાનેબાજીમાં ત્રીજો ચંદ્રક અને એ પણ કાંસ્ય જીત્યો હતો. જ્યારે અમન સેહરાવતે કુસ્તીની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ૫૭ કિલોગ્રામ વજન વર્ગમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતને આ સાથે સતત પાંચમા ઓલિમ્પિકમાં કુસ્તીની રમતમાં ચંદ્રક મળ્યો હતો.