ગુજરાત-યુપીને કેન્દ્રના રમત-ગમતના બજેટની 40% ફાળવણી છતાં મેડલના નામે 'મીંડુ', અન્ય રાજ્યોને અન્યાય થતાં વિવાદ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Sports Budgets Controversy
Image : Pixabay

Sports Budgets Controversy: કીર્તિ આઝાદે (Kirti Azad) કેન્દ્ર સરકાર દ્વારા સ્પોટ્‌ર્સ ડેવલપમેન્ટ માટે દેશના તમામ રાજ્યોને ફાળવેલી રકમની વિગતો જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ પ્રમાણે, કેન્દ્ર સરકારે સૌથી વધારે રૂ. 438.27 કરોડ રૂપિયાની ફાળવણી ઉત્તર પ્રદેશને કરાઈ હતી, જ્યારે રૂ. 426.13 કરોડ સાથે ગુજરાત બીજા ક્રમે છે. 

મણિપુરને ગુજરાત કરતાં દસમા ભાગની ફાળવણી

ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 426.13 કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ છે, જ્યારે ઓલિમ્પિક્સમાં મેડલ જીતાડી આપતા મણિપુરને ગુજરાત કરતાં દસમા ભાગની એટલે કે ફક્ત રૂ. 46 કરોડની ફાળવણી કરાઈ છે. એવી જ રીતે,  સ્પોર્ટ્સમાં સારું પર્ફોર્મ કરતા હરિયાણાને પણ માત્ર રૂ. 66.59 કરોડ ફાળવાયા છે. ઓલિમ્પિક્સમાં સૌથી વધારે 24 એથ્લીટ હરિયાણાના હતા જ્યારે પંજાબના 19 ખેલાડી હતા. પેરિસ ઓલિમ્પિક્સ (Paris Olympics 2024)માં ભારતે વ્યક્ગિત સ્પર્ધાઓમાં જીતેલા ચારમાંથી 3 મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતનારો નીરજ ચોપરા (Neeraj Chopra) હરિયાણાનો છે. જ્યારે શૂટિંગમાં બે મેડલ જીતનારી  મનુ ભાકર પણ હરિયાણાની છે. મનુ ભાકર સાથે શૂટિંગમાં મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારો સરબજોતસિંહ પણ હરિયાણાનો છે. 

આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિક 2024ની તૈયારી માટે ભારતે ખર્ચ્યા રૂ. 470 કરોડ, જે રમતોમાં 230 કરોડ ખર્ચ્યા તેમાં આવ્યો એક જ મેડલ

લોકોએ અન્ય રાજ્યોને અન્યાન કરવાનો મત વ્યક્ત કર્યો

શૂટિંગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનારો સ્વપ્નિલ કુસાલે મહારાષ્ટ્રના કોલ્હાપુરનો છે. મોદી સરકારે મહારાષ્ટ્રને 87.43 કરોડની ફાળવણી કરી છે. પેરિસમાં ભારતીય હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીતીને 2021ના ટોકિયો ઓલિમ્પિક્સના ઈતિહાસને દોહરાવ્યો છે. હોકી ટીમમાં મોટા ભાગના ખેલાડી પંજાબના છે. પંજાબને 78.02 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. કીર્તિ આઝાદની ટિ્‌વટ વાયરલ થઈ છે અને પોણા બે લાખ કરતાં વધારે લોકોએ આ ટિ્‌વટ જોઈ લીધી હતી. હજારો લોકો આઝાદની ટિ્‌વટને સમર્થન આપીને મોદી સરકાર ગુજરાતની વધારે પડતી તરફદારી કરીને બીજાં રાજ્યોને અન્યાય કરે છે એવો મત વ્યક્ત કરી રહ્યાં છે. 

આ પણ વાંચો : પેરિસમાં ભારતનું રાષ્ટ્રગાન ન વાગી શક્યું...: સિલ્વર મેડલ જીત્યા બાદ છલકાયું નીરજ ચોપરાનું દર્દ

ગુજરાત-યુપીને 40 ટકા રકમ પરંતુ એક પણ મેડલ નહીં

કેન્દ્રની મોદી સરકારે (Modi Government) રાજ્યોને રમતગમતના વિકાસ માટે કુલ 2168.78 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ પૈકી ઉત્તર પ્રદેશને 438.27 કરોડ રૂપિયાની અને ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 426.13 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. મતલબ કે, આ બે ભાજપ શાસિત રાજ્યોને કુલ 864 કરોડ રૂપિયા ફાળવાયા છે. મતલબ કે, લગભગ 40 ટકા ફાળવણી તો ભાજપ શાસિત બે રાજ્યોને જ કરી દેવાઈ છે. જ્યારે બાકીનીં 60 ટકા રકમ 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાઈ છે. ગુજરાતમાંથી 3 અને યુપીમાંથી 6 ખેલાડી ગયા પણ કોઈએ મેડલ જીત્યો નથી એ જોતાં આ બંને રાજ્યો સ્પોટ્‌ર્સના વિકાસ માટે શું કરી રહ્યાં છે એ સવાલ છે.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ શ્વાનનું ટેટૂ બતાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી ખેલાડી

ગુજરાત-યુપીને કેન્દ્રના રમત-ગમતના બજેટની 40% ફાળવણી છતાં મેડલના નામે 'મીંડુ', અન્ય રાજ્યોને અન્યાય થતાં વિવાદ 2 - image


Google NewsGoogle News