Get The App

ખેલાડીમાં ક્વૉલિટી હોય તો..', ટીમ ઇન્ડિયામાંથી પડતું મૂકાતાં 'હરફનમૌલા' ખેલાડીનું દર્દ છલકાયું

Updated: Jan 24th, 2025


Google News
Google News
ખેલાડીમાં ક્વૉલિટી હોય તો..', ટીમ ઇન્ડિયામાંથી પડતું મૂકાતાં  'હરફનમૌલા' ખેલાડીનું દર્દ છલકાયું 1 - image

Shardul Thakur : હાલમાં શાર્દુલ ઠાકુર ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. ઈજા થવાને કારણે તે ઘણાં સમયથી રિહેબમાં હતો. પરંતુ હવે લાગી રહ્યું છે કે, પસંદગીકારો તેની અવગણના કરીને નીતિશ કુમાર રેડ્ડીને રમવાની તક આપી રહ્યા છે. પરંતુ હવે હરફનમૌલા શાર્દુલે હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ સાથે જ તેણે અજીત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિને કડક સંદેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સ્થાન ન મળવાને લઈને શાર્દુલે જણાવ્યું હતું કે, જો ખેલાડીઓમાં ક્વોલિટી હોય તો તેની પસંદગી માટે વિચાર કરવો જોઈએ.

શાર્દુલની રણજી ટ્રોફીમાં શાનદાર ઇનિંગ 

રણજી ટ્રોફીમાં જ્યારે મુંબઈની ટીમ 47 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી અને રોહિત અને જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓ પણ આઉટ થઈ ગયા હતા ત્યારે શાર્દુલે અડધી સદી ફટકારીને ટીમનો સ્કોર 120 સુધી લઈ ગયો હતો. હવે તેની આ મહત્ત્વપૂર્ણ ઇનિંગ ચર્ચા થઈ રહી છે.   

શું કહ્યું શાર્દુલ ઠાકુરે?

મીડિયા સાથે વાતચીત કરતાં શાર્દુલ ઠાકુરે જણાવ્યું હતું કે, 'હું મારી ક્વોલિટી વિશે શું કહું? બીજા લોકોએ આ અંગે વાત કરવી જોઈએ. તેમને દેખાવું જોઈએ કે જો કોઈ ખેલાડીમાં ક્વોલિટી હોય તો તેને તક આપવી જોઈએ. મને મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવાનું પસંદ છે. સરળ પરિસ્થિતિમાં તો કોઈ પણ સારું પ્રદર્શન કરી શકે છે. પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે કઈ રીતે સારું પ્રદર્શન કરી શકો છો તે મહત્ત્વનું છે. હું મુશ્કેલીઓને એક પડકાર સમજુ છું અને હંમેશા એ અંગે વિચારું છું કે તેના પર કઈ રીતે વિજય મેળવી શકાય.'

આ પણ વાંચોઃ ચહલ-ધનશ્રી બાદ વિરેન્દ્ર સહેવાગના પણ તેની પત્ની સાથે સંબંધોમાં ખટાશ! એકબીજાને કર્યા અનફોલો

IPLમાં પણ શાર્દુલને નિરાશા હાથ લાગી 

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન ન મળવા સિવાય અગાઉ નવેમ્બર 2024માં યોજયેલા IPL 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ તેને ટીમમાં લીધો ન હતો. જો કે, હવે તેણે આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને આગળ વધવાનું વિચારી લીધું છે.

ખેલાડીમાં ક્વૉલિટી હોય તો..', ટીમ ઇન્ડિયામાંથી પડતું મૂકાતાં  'હરફનમૌલા' ખેલાડીનું દર્દ છલકાયું 2 - image


 

Tags :
Shardul-ThakurTeam-India

Google News
Google News