Get The App

‘હું નસીબદાર છું કે તે મારા માટે આટલું કરે છે...’, આ ગુજરાતી ક્રિકેટરે કર્યા પત્નીના વખાણ

Updated: Jul 23rd, 2024


Google News
Google News
akshar patel wife meha patel


Akshar Patel Thanks Wife Meha Patel: T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ ટીમના સભ્ય અક્ષર પટેલના સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. T20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં તેનાં દેખાવને ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શકશે નહીં. કારણ કે ભારતનો ટોપ ઓર્ડર જ્યારે ગબડી પડ્યો હતો અને શરૂઆતની ત્રણ મહત્વની વિકેટ્સ પડી ગઈ હતી ત્યારે અક્ષર પટેલે ઝડપી ઇનિંગ રમીને ટીમને સ્થિરતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સાથે જ ગયા વર્ષે ઇજાના કારણે વર્લ્ડકપ નહીં રમી શકવાનો અક્ષરનો રંજ પણ ઓછો થઈ ગયો હતો. 

અક્ષર પટેલે આ મામલે એક વર્તમાનપાત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'જ્યારે વન-ડે વર્લ્ડકપ 2023ની ટીમમાંથી ઇજાના કારણે બહાર થવું પડ્યું ત્યારે મારુ દિલ તૂટી ગયું હતું. આ પહેલા પણ હું ઇજાઓમાંથી બહાર આવ્યો છું. એ અનુભવ કામ લાગ્યો. એ ઘણો અઘરો તબક્કો હતો પરંતુ મેં ફરી સજા થવા અને ટ્રેનિંગ મેળવવા તરફ ધ્યાન આપ્યું.'

અક્ષર પટેલ T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ ઘરે પરત આવ્યો ત્યારે તેની પત્નીએ તેને સરપ્રાઈઝ આપવા માટે રંગોળી બનાવી હતી. અક્ષરે કહ્યું કે, ' તે રોજ રંગોળી નથી બનાવતી પરંતુ આ ખાસ પ્રસંગ માટે તેણે બે દિવસ આપ્યા. આવી નાની વસ્તુઓ જ સંબંધોમાં ખૂબ મહત્વની હોય છે. માતાપિતા પછી પાર્ટનરનો સપોર્ટ મહત્વનો છે. અને મેહાએ મારી સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. હું જ્યારે તેને કહું કે થોડા સમય માટે હું ફોનનો ઉપયોગ નહીં કરી શકું કારણ કે મારે ક્રિકેટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું છે. ત્યારે એ સમજે છે. હું સારો ક્રિકેટર બનું એ માટે જે કરવું પડે એમાં તેણે હંમેશા મને સાથ આપ્યો છે. હું નસીબદાર છું કે મને આવી સારી પાર્ટનર મળી.'

Tags :
akshar-patel-wife-meha-patelakshar-patelmeha-patelcricket-newsindian-cricketer

Google News
Google News