Get The App

અંગ્રેજો માટે કાળ બન્યો બાપુ: અક્ષર પટેલે ત્રણ વિકેટ સાથે બનાવ્યો અજબ-ગજબ રેકૉર્ડ, વિશ્વભરમાં વખાણ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
અંગ્રેજો માટે કાળ બન્યો બાપુ: અક્ષર પટેલે ત્રણ વિકેટ સાથે બનાવ્યો અજબ-ગજબ રેકૉર્ડ, વિશ્વભરમાં વખાણ 1 - image


Image: Facebook

Axar Patel: ટી20 વર્લ્ડ કપના સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવી લીધું. ભારતની જીતમાં અક્ષર પટેલની બોલિંગ શાનદાર રહી. અક્ષરે 3 વિકેટ પોતાના નામે કરી. અક્ષરને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી નવાઝવામાં આવ્યો. મેચમાં અક્ષરે 4 ઓવરની બોલિંગ કરી અને 23 રન આપીને 3 વિકેટ લીધી. પોતાની બોલિંગ દરમિયાન અક્ષરે જોની બેરસ્ટો, જોસ બટલર અને મોઈન અલીને આઉટ કર્યા. આ કારણ હતું કે તેને પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી નવાઝવામાં આવ્યો. આ મેચમાં અક્ષરે એક એવી પણ કમાલ કરી જેનો ઉલ્લેખ ચાહકો કરી રહ્યાં છે. અક્ષર પટેલે પોતાની જે ત્રણ વિકેટ લીધી તેમાં એક અજબ-ગજબ કારનામું પણ જોવા મળ્યું. 

ઓવરના પહેલા બોલ પર વિકેટ

ઈંગ્લેન્ડ સામે મેચમાં અક્ષર પટેલ જ્યારે બોલિંગ કરવા આવ્યો તો પોતાની ઓવરની પહેલી બોલ પર વિકેટ લેવામાં સફળ રહ્યો. તેણે પોતાની ત્રણ વિકેટ ઓવરના પહેલા જ બોલ પર લીધી. આવું કરીને તેણે એક અનોખી રીતે હેટ્રિક કરી. જોકે આ કોઈ રેકોર્ડ નથી પરંતુ અજબ-ગજબ કારનામું જરૂર છે. 

અક્ષર પટેલે ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન ચોથીથી 8મી ઓવરની વચ્ચે સતત ત્રણ ઓવરની બોલિંગ કરી. આ દરમિયાન અક્ષરે પોતાની ઓવરના પહેલા જ બોલ પર વિકેટ લઈને હોબાળો મચાવી દીધો. અક્ષર પહેલી વખત ઈંગ્લેન્ડ ઈનિંગની ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. ચોથી ઓવરના પહેલા બોલ પર તેણે બટલરને આઉટ કરીને પવેલિયન મોકલ્યો એટલે કે તેણે પોતાની પહેલી મેચ પહેલા બોલ પર ફટકારી. પછી છઠ્ઠી ઓવરમાં અક્ષર બોલિંગ કરવા આવ્યો અને પહેલા જ બોલ પર બેરસ્ટોને આઉટ કરીને ઈંગ્લેન્ડ જૂથમાં હલમલ મચાવી દીધી. આ વખતે પણ અક્ષરે પોતાની ઓવરના પહેલા બોલ પર વિકેટ લેવામાં સફળતા મેળવી.

તે બાદ આઠમી ઓવરમાં અક્ષર બોલિંગ કરવા આવ્યો. આ વખતે પણ અક્ષરે અનોખું કર્યું અને ઓવરના પહેલા બોલ પર વિકેટ લઈને હોબાળો મચાવ્યો એટલે કે અક્ષરે પોતાની ત્રણ વિકેટ પોતાની ઓવરના પહેલા બોલ પર લેવામાં સફળતા મેળવી. આ વખતે અક્ષરે મોઈન અલીને આઉટ કરીને પવેલિયનનો માર્ગ બતાવ્યો હતો. આ રીતે અક્ષર પટેલે સતત ત્રણ ઓવરમાં પહેલા બોલ પર વિકેટ લેવાની કમાલ કરી. 

ધોનીએ અક્ષર પટેલને નામ આપ્યું 'બાપુ'

અક્ષર પટેલને તેના ચાહકો અને સાથી ખેલાડી બાપુના નામથી સંબોધિત કરે છે. ધોનીએ અક્ષર પટેલને બાપુ નામ આપ્યું છે. આ વિશે પણ જાણકારી અક્ષરે જ આપી હતી. આઈપીએલ દરમિયાન અક્ષરે આ નિકનેમ વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે એક વખત ધોનીએ તેને પૂછ્યું હતું કે તે તેને કયા નામથી બોલાવે, તે સમયે જાડેજા પણ ગુજરાતથી હતો. જેને ગુજરાતમાં બાપુ કહેવામાં આવે છે. દરમિયાન ધોનીને લાગ્યું કે દરેક ગુજરાતીને બાપુ કહેવામાં આવે છે. બસ આ બાદથી ધોનીએ તેને બાપુ કહેવાનું શરૂ કર્યું જે બાદ તમામ લોકો તેને બાપુ કહીને બોલાવવા લાગ્યા.  


Google NewsGoogle News