ગંભીરની ભૂલ હિટમેનને ભારે પડી! ટ્રેવિસ હેડનો માથાનો દુઃખાવો બની ગયેલા બોલરને બેન્ચ પર બેસાડ્યો
IND Vs AUS, Akash Deep : ઓસ્ટ્રેલિયાનો બેટર ટ્રેવિસ હેડ ભારતીય ટીમ માટે મોટો માથાનો દુખાવો બની રહ્યો છે. હેડે WTC ફાઇનલ 2023 અને વનડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આમ છતાં પણ ભારતીય ટીમ તેની સામે કોઈ ખાસ પ્લાન લઈને બનાવી શકી નથી. આનું પરિણામ બીજી ટેસ્ટમાં પણ જોવા મળ્યું હતું.
ભારતીય ટીમ માટે ખતરારૂપ ટ્રેવિસ હેડ
ફરી એકવાર ટ્રેવિસ હેડ ભારતીય ટીમ માટે ખતરો બની ગયો છે. હેડે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં ભારત સામે સદી ફટકારી હતી. ભારત પાસે આ ડાબા હાથના બેટર સામે એક ઉપાય ઉપલબ્ધ, પરંતુ ટીમ મેનેજમેન્ટ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્માની ભૂલોને કારણે તે ખેલાડી ટીમની બહાર બેઠો છે. હકીકતમાં ટ્રેવિસ હેડ ડાબોડી બેટર છે અને આકાશ દીપ સિંહનો ડાબોડી બેટર સામે રેકોર્ડ શાનદાર રહ્યો છે.
હેડ સામે આ ભારતીય બોલર ખતરનાક સાબિત થઈ શકે
અત્યાર સુધીમાં આકાશ દીપે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 10 વિકેટ લીધી છે. જેમાંથી તેણે 8 વખત ડાબોડી બેટરોને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેના રેકોર્ડ્સ સાક્ષી છે કે તે ડાબા હાથના બેટરો સામે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે, આકાશ દીપને બદલે હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાણાએ પહેલી ટેસ્ટ મેચમાં કંઈ ખોટું કર્યું ન હતું પરંતુ આકાશ દીપને ડે નાઈટ ટેસ્ટ મેચમાં તક આપી શકાઈ હોત.
આ પણ વાંચો : અંડર 19 એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતનો 59 રને પરાજય, બાંગ્લાદેશ બન્યું ચેમ્પિયન
શું આકાશ દીપને તક અપાશે
કહેવામાં આવી રહ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા સીરિઝની બાકીની મેચોમાં આકાશ દીપને તક આપી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની શરૂઆત પહેલા એવું માનવામાં આવતું હતું કે, આકાશને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવશે જેથી કરીને ભારતીય ટીમ મોહમ્મદ શમીની ગેરહાજરીની ભરપાઈ થી શકે. જો કે, એવું ન થયું અને KKR તરફથી IPLમાં રમનાર હર્ષિત રાણાને તક આપવામાં આવી હતી. અહીં તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર KKRનો મેન્ટર રહી ચૂક્યો છે.