KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે ચર્ચામાં
Image Source: Twitter
Ajinkya Rahane Reaction on PBKS vs KKR Match: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે 15 એપ્રિલના રોજ રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો. જ્યાં KKRની જીતી ગયેલી મેચ હારી ગઈ હતી. KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની ટીમની ચોંકાવનારી હાર માટે ખુદને જવાબદાર ઠેરવ્યો. એક સમયે કોલકાતાનો સ્કોર બે વિકેટે 62 રન હતો, પરંતુ બાદમાં તે 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
હું ખરાબ શૉટ રમ્યો
રહાણેએ કહ્યું કે, 'કંઈપણ સમજાવવાની જરૂર નથી, મેદાન પર જે કંઈ થયું તે આપણે બધાએ જોયું. ટીમના પ્રયાસોથી હું ખૂબ જ નિરાશ છું, હું દોષ સ્વીકારું છું, હું ખરાબ શૉટ રમ્યો, જોકે તે (બોલ) નિસ થઈ ગયો હતો.' એકંદરે KKR કેપ્ટનના આ નિવેદન ખૂબ ચર્ચામાં છે. કારણ કે ભાગ્યે જ એવું બને છે કે કોઈ કેપ્ટન હાર માટે પોતાને જવાબદાર ઠેરવે છે.
બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું
રહાણેએ આગળ કહ્યું કે, 'અમે બેટિંગ યુનિટના રૂપમાં ખરેખર ખરાબ બેટિંગ કરી, અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છે. બોલરોએ આ પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું, જેનાથી પંજાબની મજબૂત બેટિંગ લાઈનઅપ 111 રન પર જ સમેટાઈ ગઈ.'
જોકે, રહાણેએ એ પણ કહ્યું કે, હજુ મારે પોઝિટિવ રહેવું પડશે, કારણે હજુ અડધી ટૂર્નામેન્ટન બાકી છે. અમારે ધ્યાન આપવું પડશે અને આગળ વધવું પડશે.
આ પણ વાંચો: પંજાબે IPLનો સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કર્યો, કોલકાતાને 16 રને હરાવ્યું, ચહલે કરી કમાલ
માત્ર 111 રનમાં ઓલઆઉટ થયા બાદ પંજાબ કિંગ્સે રોમાંચક લો-સ્કોરિંગ મેચમાં વાપસી કરીને KKRને 16 રનથી હરાવી દીધું, જેમાં યુઝવેન્દ્ર ચહલે 4-0-28-4 અને માર્કો જેન્સને 17 રનમાં 3 વિકેટ લીધી. આ રીતે પંજાબ કિંગ્સે IPL ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો. આ પહેલ, ચેન્નાઈ સુપર કિંગ્સે 2009માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે 116 રન બનાવીને સૌથી ઓછો સ્કોર બચાવ્યો હતો.
પંજાબે સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કર્યો
પંજાબ કિંગ્સ IPLના ઇતિહાસમાં આટલા નાના સ્કોરને ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 111 રન બનાવ્યા. પરંતુ KKR માત્ર 95 રન પર જ સમેટાઈ ગયું. આ મેચ જીતાડવામાં યુઝવેન્દ્ર ચહલનો સૌથી મહત્વપૂર્ણ ફાળો હતો.
111 - PBKS vs KKR, ન્યૂ ચંદીગઢ, 2025
116/9 - CSK vs PBKS, ડરબન, 2009
118 – SRH vs MI, 2018
119/8 - PBKS vs MI, ડરબન, 2009
119/8 - SRH vs PWI, પુણે, 2013