પૂર્વ ગુજરાતી સ્ટાર ક્રિકેટરની દરિયાદિલી: અફઘાનિસ્તાનની ટીમને ફ્રીમાં આપ્યું કોચિંગ
Ajay Jadeja's Kind Gesture For Afghanistan Team: ક્રિકેટ બોર્ડના સીઈઓ નસીબ ખાને આપેલી જાણકારી મુજબ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર અજય જાડેજા ICC વનડે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન ટીમના માર્ગદર્શક તરીકે સેવા આપવા બાબતે કોઈ પણ રકમ લેવા માટે મનાઈ કરી દીધી છે. ભારતમાં રમાયેલા વર્લ્ડકપ પહેલા જ જાડેજા અફઘાનિસ્તાનની ટીમ સાથે માર્ગદર્શક તરીકે જોડાયા હતા.
અફઘાનિસ્તાનને આ વર્લ્ડ કપમાં પૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ તેમજ પાકિસ્તાનને પણ હરાવ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાનને હરાવીને તેનું સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું તોડી નાખ્યું હતું.
ફ્રીમાં આપ્યું કોચિંગ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ નસીબ ખાને જણાવ્યું હતું કે, જાડેજાને ક્રિકેટ બોર્ડે ઘણી વખત વિનંતી કરી હતી પરંતુ તેમણે ODI વર્લ્ડ કપ દરમિયાન તેની સેવાઓ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી કોઈ પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તમે સારું પ્રદર્શન કરો છો તે જ મારા માટે પૈસા અને ઇનામ છે.
Long way to go 🙏 @ACBofficials 🇦🇫 https://t.co/ymFVB6aKba
— Ajay Jadeja (@AjayJadeja171) June 14, 2024
અજય જાડેજાની કારકિર્દી
જાડેજાએ ભારત માટે 196 વનડેમાં 37.47ની એવરેજથી 5359 રન બનાવ્યા છે. તેમના નામે છ સેન્ચુરી અને 30 ફિફ્ટી છે. તેમણે દેશ માટે 15 ટેસ્ટમાં 26.18ની એવરેજથી 576 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેમનો હાઈએસ્ટ સ્કોર 96 રન છે. વર્લ્ડ કપ દરમિયાન, ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટનું પણ માનવું હતું કે જાડેજાની નિમણૂક સાથે ટીમ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરશે. તેમજ 'નબળી ટીમ'ના ટેગને પણ દૂર થશે.