અફઘાનિસ્તાનની જીત પાછળ હતો ભારતીય માસ્ટર માઈન્ડ, સચિનના મિત્રએ પાકિસ્તાનને કર્યું ઘૂંટણીયે

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે વનડે વર્લ્ડ કપમાં ગજબનો રેકોર્ડ રહ્યો છે

અજય જાડેજાનો પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં 100% જીતનો રેકોર્ડ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
અફઘાનિસ્તાનની જીત પાછળ હતો ભારતીય માસ્ટર માઈન્ડ, સચિનના મિત્રએ પાકિસ્તાનને કર્યું ઘૂંટણીયે 1 - image
Image Twitter 

તા. 24 ઓક્ટોબર 2023, સોમવાર 

ICC World Cup: ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે વનડે વર્લ્ડ કપમાં ગજબનો રેકોર્ડ રહ્યો છે. અત્યાર સુધી બન્ને કુલ 8 વખત વિશ્વ કપમાં મળી ચુકી છે. જેમાં 8માંથી 8 વખત ભારતે પાકિસ્તાન (Pakisthan ) ને હાર આપી હતી. તો થોડા સમય પહેલા એટલે કે 23 ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ઈતિહાસ રચી દીધો. તેમણે  પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ અફઘાનિસ્તાનની વનડે ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાનની સામે પહેલી જીત હતી. 

ભારતના પુર્વ દિગ્ગજ ખેલાડી અજય જાડેજા અત્યારે અફઘાનિસ્તાનની ટીમ સાથે છે

તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની આ પહેલી જીતમાં એક ભારતીયનો હાથ હતો, અને જ્યારે વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો કોઈ પણ ભારતીય પાકિસ્તાન સામે કેવી રીતે હારી શકે.! હા, અમે વાત કરી રહ્યા છીએ ભારતના પુર્વ દિગ્ગજ ખેલાડી અજય જાડેજાની, કે જે અત્યારે અફઘાનિસ્તાનની ટીમ સાથે છે. તેઓ અફઘાનિસ્તાન સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે, આ ઐતિહાસિક જીતમાં ખૂબ મોટો હાથ રહ્યો છે, આમ પણ પાકિસ્તાનની સામે ભારતીયોનો રેકોર્ડ વર્લ્ડ કપમાં સાતમાં આસમાન પર છે. 

અજય જાડેજાનો પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં 100% જીતનો રેકોર્ડ

જ્યારે અજય જાડેજા ખેલાડી પાકિસ્તાનને 1996 અને 1999 ના વર્લ્ડ કપમાં હરાવ્યો હતો. ભારતે પાકિસ્તાન સામે જ્યારે 1996ની મેચ 39 રનથી જીતી હતી. તો 1999માં પાકિસ્તાનને 47 રનથી ફરી ફરાવી હતી. તે વખતે બન્ને મેચોમાં અજય જાડેજાનો ભાગ હતો. તે પછી જ્યારે 2023માં 24 વર્ષ પછી વર્લ્ડ કપમાં અજયનો સામનો એકવાર ફરી પાકિસ્તાન સાથે થયો હતો. તો પછી આ વખતે પણ જાડેજાની જીત થવાની હતી તેમા કોઈ બેમત નથી. 


Google NewsGoogle News