બલિનો બકરો...', પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટર બોલરને ટીમમાંથી તગેડી મૂકવાનો પ્લાન જણાવ્યો દિગ્ગજે
Ahmed Shehzad On Shaheen Afridi : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અહેમદ શહેઝાદે વર્તમાન ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહીનને બલિનો બકરો બનાવ્યો છે. અને શાહીન ભવિષ્યમાં પાકિસ્તાન માટે બહુ ઓછી મેચો રમતો જોવા મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ લોકોને તેમના વર્કલોડને ટાંકીને ટીમની અંદર અને બહાર ખસેડવાનું ચાલુ રાખશે. જે બાદ દેશના હોનહાર ખેલાડીઓ દિવસેને દિવસે તેમની પ્રતિભા ગુમાવતા જશે.
પોતાની યુટ્યુબ ચેનલ અહેમદ શહજાદે કહ્યું હતું કે, 'હંમેશાની જેમ આ વખતે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહીન શાહ આફ્રિદીને બલિનો બકરો બનાવવાનો નિર્ણય કર્યો છે. આવનારા સમયમાં તમે શાહીનને ટીમની અંદર અને બહાર જતા જોશો. કારણ આપવામાં આવશે કે તે સતત બોલિંગ કરી રહ્યો છે. તે વધારે કામ કરે છે અને તે ઘાયલ થઇ ગયો છે. આ સિવાય કૌટુંબિક કારણો પણ ટાંકવામાં આવશે. આ બધા બહાના ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ ખેલાડીને ટીમમાંથી બહાર કરવાનો હોય.
તાજેતરમાં પાકિસ્તાને ઘરઆંગણે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડનો સામનો કર્યો હતો. જ્યાં શાહીનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ વતી તેણે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે 1-1 મેચ રમી હતી. જ્યાં તે બાંગ્લાદેશ સામે 48ની સરેરાશથી માત્ર બે વિકેટ અને ઈંગ્લેન્ડ સામે 120ની સરેરાસથી એક વિકેટ લઈ શક્યો હતો.