Get The App

IPL 2025 પહેલા MIએ કર્યું નવા કોચનું એલાન, ભારતને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજને સોંપાઈ જવાબદારી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
IPL 2025 પહેલા MIએ કર્યું નવા કોચનું એલાન, ભારતને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજને સોંપાઈ જવાબદારી 1 - image


Mumbai Indians, Paras Mhambrey : આગામી IPL 2025 પહેલા મુંબઈ ઇન્ડિયનસે પારસ મ્હામ્બ્રેને નવા બોલિંગ કોચ બનાવ્યા છે. પારસ મ્હામ્બ્રે હવે ફિલ્ડીંગ કોચ લસિથ મલીંગા સાથે મળીને કામ કરશે. થોડાં સમય પહેલા મુંબઈ ઇન્ડિયનસે મહેલા જયવર્ધનને મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપી હતી.   

    

અગાઉ પારસ મ્હામ્બ્રે મુંબઈ ઇન્ડિયન્સની કોચિંગ ટીમનો ભાગ હતો. ટીમ IPL 2013, ચેમ્પિયન્સ લીગ T20 (2011, 2013), રનર અપ ફિનિશ (2010), અને IPLમાં બે પ્લેઑફ મેચ જીતી ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમ બોલિંગ કોચ તરીકે મ્હામ્બ્રેના કાર્યકાળ દરમિયાન ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો.

પારસ મ્હામ્બ્રે ચાર વર્ષથી મુંબઈ ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હતા. હવે તે ફરી મુંબઈ ટીમમાં પાછો ફર્યો છે. અને તેને મોટી જવાબદારી આપવામાં આવી છે. આ વર્ષના અંતમાં યોજાનારી મેગા ઓક્શનમાં મ્હામ્બ્રે પણ હાજર રહેશે. છેલ્લા 12 વર્ષથી તેણે મહારાષ્ટ્ર, બંગાળ, બરોડા અને વિદર્ભને કોચિંગ આપ્યું છે.

સન 1996માં ઇંગ્લૅન્ડ પ્રવાસ પર પારસ મ્હામ્બ્રે ભારત માટે બે ટેસ્ટ અને 3 વનડે મેચ રમી હતી. તેણે બે ટેસ્ટ મેચમાં બે વિકેટ અને ત્રણ વનડે મેચ રમીને ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય તેણે મુંબઈ માટે 91 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.

IPL 2025 પહેલા MIએ કર્યું નવા કોચનું એલાન, ભારતને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજને સોંપાઈ જવાબદારી 2 - image


Google NewsGoogle News