Get The App

IPL 2024ના ચાર દિવસ પહેલા ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીએ કરી કમાલ, લીધી ચાર વિકેટ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
IPL 2024ના ચાર દિવસ પહેલા ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીએ કરી કમાલ, લીધી ચાર વિકેટ 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 18 માર્ચ 2024 સોમવાર

આઈપીએલ 2024નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. 22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની શરૂઆત થવાની છે, જેના પહેલા તમામ ટીમના ખેલાડી ફોર્મમાં પાછા ફર્યા છે. આ મામલે અફઘાનિસ્તાનના રાશિદ ખાનનું નામ પણ સામેલ છે. તેમણે આયર્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ચર્ચામાં સ્થાન મેળવ્યુ છે. રાશિદ ખાનનું આ ફોર્મ જોઈને શુભમન ગિલની ગુજરાત ટાઈટન્સ ટીમ રાહતનો શ્વાસ લઈ રહી હશે. આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સ માટે રાશિદ ખાન મોટુ હથિયાર સાબિત થઈ શકે છે.

AFG vs IRE: રાશિદ ખાને 4 વિકેટ લઈને વિરોધીઓની કમર તોડી

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને આયર્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં શાનદાર બોલિંગ કરી. તેમણે 4 ઓવરમાં 19 રન આપીને 4 મોટી વિકેટ લીધી. તેઓ હેટ્રિકથી ચૂકી ગયા પરંતુ તેમણે પોતાના ઘાતક પ્રદર્શનથી ટીમને જીત અપાવી. રાશિદે બેટિંગથી પણ 26 રનનું યોગદાન આપ્યુ. તેમણે સૌથી પહેલા આયર્લેન્ડના વિકેટકીપર લોર્કન ટકરની વિકેટ લીધી. જે બાદ તેમણે હેરી ટેક્ટર, જ્યોર્જ અને માર્ક અડાયરને હરાવ્યા. 

મેચમાં પહેલા બેટિંગ કરતા આયર્લેન્ડની ટીમ અફઘાનિસ્તાની ટીમે નક્કી 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 152 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 142 રન પર હાર્યુ. આ રીતે અફઘાનિસ્તાને 10 રનથી મેચ જીતી લીધી. 

રાશિદ ખાનનું આઈપીએલ કરિયર આવુ રહ્યુ

2017માં આઈપીએલમાં ડેબ્યૂ કરનાર રાશિદ ખાને આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી કુલ 109 મેચ રમી છે, જેમાં તેમણે બેટથી 443 રન બનાવ્યા છે જ્યારે બોલિંગમાં તેમણે 139 વિકેટ લીધી છે. ગત આઈપીએલ સીઝનમાં રાશિદ ખાને 17 મેચમાં કુલ 27 વિકેટ લીધી હતી.


Google NewsGoogle News