Get The App

ઈંગ્લેન્ડને 4-1થી કચડી નાખ્યા બાદ કોચ ગંભીરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના કર્યા ભરપેટ વખાણ

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
ઈંગ્લેન્ડને 4-1થી કચડી નાખ્યા બાદ કોચ ગંભીરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના કર્યા ભરપેટ વખાણ 1 - image


Image Source: Twitter

Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના મુખ્ય હેડ કોચ ગૌતમ ગંભીરે હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે સતત બે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને વ્હાઈટ બોલ સીરિઝમાં સફળતા મળી છે. ભારતે પાંચ મેચની T20 સીરિઝમાં ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું છે. હવે આ જીત બાદ ગંભીરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ભરપેટ કર્યા છે. આ જીત બાદ ગૌતમ ગંભીરે કહ્યું કે, 'અમે મેચ હારવાથી ડરીશું નહીં. અમે 250-260 રન બનાવવા માગીએ છીએ અને જો આ દરમિયાન 120 રન પર આઉટ થઈ જઈએ તો પણ તે ખરાબ વાત નથી.'

ઈંગ્લેન્ડ એક હાઈ ક્વોલિટી વાળી ટીમ 

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, 'ઈંગ્લેન્ડ એક ખૂબ જ હાઈ ક્વોલિટી વાળી ટીમ છે. અમે મેચ હારવાથી ડરવા નથી માગતા. અમે 250-260ના સ્કોર સુધી પહોંચવા માગીએ છીએ અને ક્યારેક અમે 120 રનમાં આઉટ થઈ જઈએ છીએ, પરંતુ અમે સાચા માર્ગ પર છીએ. અમે આગળ પણ આવું જ કરીશું, અમે નિડર ક્રિકેટ રમવું પડશે. અમે અભિષેક શર્મા જેવા ખેલાડીઓનું સમર્થન કરવા માગીએ છીએ. આપણે આ છોકરાઓ સાથે ધૈર્ય રાખવું પડશે, તેમનું સમર્થન કરતા રહેવું મહત્વપૂર્ણ છે. તેમાંના મોટાભાગના છોકરાઓ નિડર ક્રિકેટ રમવાની વિચારધારામાં વિશ્વાસ રાખે છે.' 

આ પણ વાંચો: IND vs ENG: અભિષેક શર્મા સામે જ હારી ગયું ઈંગ્લેન્ડ, ટીમ ઈન્ડિયાની 150 રનથી જીત, 4-1થી સીરિઝ કબજે કરી

તેણે આગળ કહ્યું કે, 'મેં 140-150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતા બોલરો સામે આનાથી સારી T20 સદી (અભિષેકની સદી) નથી જોઈ. તેઓએ (આ ખેલાડીઓએ) એકબીજા સામે ઘણું ક્રિકેટ રમ્યા છે. બસ આ જ ભારતીય ક્રિકેટ છે. જ્યારે પરિણામો તમારા પક્ષમાં આવવા લાગે છે, ત્યારે બધું જ યોગ્ય થઈ જાય છે. આપણા ખેલાડીઓ જાણે છે કે 140-150 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાનો અર્થ શું થાય છે.'

વન ડેમાં શક્ય તેટલું આક્રમક રમવા માગીએ છીએ

કોચ ગંભીરે આગળ કહ્યું કે, 'મારા માટે રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીનું એકસાથે બોલિંગ કરવું ખરેખર મહત્વપૂર્ણ હતું. અમે બેટથી શક્ય તેટલો પ્રયાસ કરવા માગીતા હતા. તે ટોચના સાત માટે સખત મહેનત કરવા વિશે છે. શિવમ દૂબેએ આજે સંભવત: 4 ઓવર ફેંકી. ઓપનરો સિવાય કોઈ નિશ્ચિત બેટિંગ ઓર્ડર નથી અને આ જ T20 ક્રિકેટ છે. અમે વન ડેમાં શક્ય તેટલું આક્રમક રમવા માગીએ છીએ, દર્શકોનું મનોરંજન કરવા માંગીએ છીએ.'


Google NewsGoogle News