ચેન્નઈમાં જીત બાદ બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જુઓ કયા ખેલાડીઓને મળ્યો મોકો
IND Vs BAN : બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં ભારતીય ટીમે જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કાનપુરમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
પુરુષ પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટે પહેલાની ટીમનું પુનરાવર્તન કર્યું છે. પહેલી ટેસ્ટ માટે હતી એ ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. બીજી ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેર કરવામાં આવી છે.ચેન્નાઈ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 280 રનથી જીત મેળવી હતી. આ મેચની પહેલી ઇનિંગમાં અશ્વિનની શાનદાર સદીની મદદથી ભારતે 376 રન કર્યા હતા. સામે બાંગ્લાદેશની ટીમ પહેલી ઇનિંગમાં 149 રન જ કરી શકી હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. ભારતે 287 રન પર ઇનિંગને ડિકલેર કરી હતી, અને બાંગ્લાદેશને 515 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. અશ્વિને બીજી ઇનિંગમાં ભારત માટે 6 વિકેટ ઝડપી હતી. ચોથી વખત તેણે ટેસ્ટમાં સદી અને પાંચ વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (રિઝર્વ વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.