અમે ભાગ્યશાળી રહ્યાં કે...' શ્રીલંકા સામે પ્રથમ વિજય બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નિવેદન વાયરલ
India vs Sri Lanka 1st T20I: ભારતીય ટીમે પોતાના શ્રીલંકાના પ્રવાસની શરૂઆત જીત મેળવીને કરી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચ ભારત દ્વારા કરાયેલા 214 રનની સામે શ્રીલંકન ટીમ લક્ષ્યનો પીછો કરતા 170 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતના નવા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે કહ્યું કે, શ્રીલંકાની શરૂઆત ભલે સારી રહી હોય પરંતુ શરૂઆતથી જ અમે શ્રીલંકા સામે પ્રભુત્વ ધરાવતા હતા.
અમે ભાગ્યશાળી હતા કે ત્યાં ઝાકળ ન હતી
સૂર્યકુમારે સારી બેટિંગ કરવા બદલ શ્રીલંકાની ટીમની પ્રશંસા કરી હતી. પરંતુ તેણે કહ્યું કે, હું જાણતો હતો કે જેમ-જેમ મેચ આગળ વધશે તેમ પિચ પણ ધીમી બનશે. તેઓ પહેલા બોલથી જ સારું ક્રિકેટ રમ્યા હતા. તેઓએ લય જાળવી રાખી હતી. જેનો તેમને શ્રેય જાય છે. અમે જાણતા હતા કે રાત્રે વિકેટ કેવી હોય છે. અમે ભાગ્યશાળી હતા કે ત્યાં ઝાકળ ન હતી. અમે વર્લ્ડકપમાં જે રીતે રમ્યા તેણે અમને યાદ અપાવ્યું હતું કે રમત હજુ દૂર છે. (રાઈટ-લેફ્ટ કોમ્બિનેશન ચાલુ રાખવું?) જે કઈ પણ ટીમ માટે કામ કરશે, તેને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લઈશું.
આ પણ વાંચો: ખેલાડીઓ પર હુમલા, જાસૂસી અને ખામીયુક્ત આયોજનઃ આખરે પેરિસ ઓલિમ્પિકમાં વિવાદોના કારણો શું?
CAPTAIN SURYA KUMAR YADAV about their performance in 1st t20i against srilanka.pic.twitter.com/QN68ckmfij
— cricket addict's (@cricket0addicts) July 28, 2024
મિડલ ઓર્ડરની બેટિંગથી થોડો નિરાશ છું
શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ કહ્યું, અમે પાવરપ્લે દરમિયાન સારી બોલિંગ કરી ન હતી. પરંતુ અમે છેલ્લા ભાગમાં મજબૂત રીતે પાછા ફર્યા. અમને લાગી રહ્યું હતું કે તેઓ 240 રન જેટલો સ્કોર કરી લેશે, પરંતુ અમે સારું પ્રદર્શન કર્યું. પરંતુ પૂરી ટીમ 170 રનમાં આઉટ થતાં શ્રીલંકન કેપ્ટને નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, હું મિડલ ઓર્ડરની બેટિંગથી થોડો નિરાશ છું, અમે વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત.