વિરાટ બાદ ટીમ ઈન્ડિયાના 'હિટમેન' રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી, ચાહકો ભાવુક થયા

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
વિરાટ બાદ ટીમ ઈન્ડિયાના 'હિટમેન' રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી, ચાહકો ભાવુક થયા 1 - image


Rohit Sharma T20 Retirement: ભારતે શનિવારે દક્ષિણ આફ્રિકાને રસાકસી મેચમાં હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન, એક પછી એક બે ભારતીય દિગ્ગજ ક્રિકેટરોએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પહેલા વિરાટ કોહલીએ કહ્યું કે આ તેની છેલ્લી T20 ક્રિકેટ મેચ હતી, જ્યારે થોડા સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. 

ICCએ પણ આ મામલે કરી પોસ્ટ 

ICCએ પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ જાણકારી આપી છે. ICCએ લખ્યું, "વિરાટ કોહલી બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે." ખરેખર 37 વર્ષીય રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો. આ સાથે ભારતે ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને ઉજવણી કરવાની સુવર્ણ તક મળી. પરંતુ ત્યારપછી કોહલી અને રોહિતની T20માંથી નિવૃત્તિની જાહેરાતથી ક્રિકેટ ચાહકોને પણ આંચકો લાગ્યો છે.

રોહિત શર્મા શું બોલ્યો? 

રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, "આ મારી છેલ્લી મેચ પણ હતી. ગુડબાય કહેવા માટે આનાથી સારો સમય ન હોઈ શકે. હું તેને (ટ્રોફી) ખૂબ જ ઇચ્છતો હતો. તેને શબ્દોમાં મૂકવું ખૂબ મુશ્કેલ છે.  હું ઇચ્છું છું કે આવું થાય અને હું ખૂબ જ ખુશ હતો કે આ વખતે અમે આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું. 

વિરાટ બાદ ટીમ ઈન્ડિયાના 'હિટમેન' રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી, ચાહકો ભાવુક થયા 2 - image


Google NewsGoogle News