India vs Pakistan મેચ બાદ દિલ્હી પોલીસની પોસ્ટે હલચલ મચાવી, ન્યૂયોર્ક પોલીસે પૂછ્યો આ સવાલ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
India vs Pakistan મેચ બાદ દિલ્હી પોલીસની પોસ્ટે હલચલ મચાવી, ન્યૂયોર્ક પોલીસે પૂછ્યો આ સવાલ 1 - image


Image: Facebook

India vs Pakistan: ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે ભારતીય ટીમને શાનદાર જીત મળી. ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવી દીધું. આ જીતની સાથે ભારતે ટી20 વર્લ્ડ કપમાં પોતાની બીજી જીત નોંધાવી છે. ભારતને મળેલી જીત બાદ દિલ્હી પોલીસે એક ખાસ પોસ્ટ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ છે. મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી હતી. ભારત દ્વારા 120 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 113 રન જ બનાવી શકી. આ રીતે ભારતીય ટીમ મેચને 6 રનથી જીતવામાં સફળ રહી. ભારતને જીત મળતાં જ દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું, મેચ બાદ માત્ર બે અવાજ સંભળાઈ રહ્યાં હતાં. એક ઈન્ડિયા... ઈન્ડિયા અને બીજો કદાચ તૂટેલા ટેલીવિઝનનો. શું તમે તેની પુષ્ટિ કરી શકો છો? દિલ્હી પોલીસની આ પોસ્ટ પર ચાહકોની પણ ખૂબ કમેન્ટ આવી રહી છે.

દિલ્હી પોલીસે પોસ્ટમાં ન્યૂયોર્ક પોલીસને પણ ટેગ કરી છે. આમ તો ભારતની ટીમ તરફથી પંતે સૌથી વધુ 42 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ પાકિસ્તાન તકફથી માત્ર મોહમ્મદ રિઝવાન સાચવીને બેટિંગ કરી શક્યો, રિઝવાને મેચમાં 44 બોલ પર 31 રનની ઈનિંગ રમી. રિઝવાનને જસપ્રીત બુમરાહે આઉટ કરીને મેચનું સમગ્ર પાસું જ પલટી દીધું હતું. 

મેચમાં બુમરાહે પહેલા બાબર આઝમ, પછી મોહમ્મદ રિઝવાન અને તે બાદ ઈફ્તિખાર અહેમદને આઉટ કરીને ભારતીય ટીમને જીતના દરવાજા પર લાવીને ઊભી કરી દીધી હતી. હવે ભારતીય ટીમ 12 જૂને યુએસકે વિરુદ્ધ મેચ રમશે.


Google NewsGoogle News