"જો તમે વર્લ્ડકપ જીતી ગયા તો... બ્રાવોએ અફઘાનિસ્તાનની ટીમને કર્યો ખાસ વાયદો, વીડિયો વાયરલ"

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Dwayne Bravo made a promise to the team


AFG vs BAN Dwayne Bravo Champion: અફઘાનિસ્તાનની ટીમે T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. અફઘાનિસ્તાનની જીતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મેચ જીત્યા બાદ અફઘાનિસ્તાન ટીમના બોલિંગ કોચ ડ્વેન બ્રાવોએ પોતાના પ્રખ્યાત ગીત ચેમ્પિયનની રીમેક બનાવવાનું વચન આપ્યું છે. તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં બ્રાવો ટીમના ખેલાડીઓ સાથે આ ગીત ગાતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ડ્વેન બ્રાવોએ 2016માં ટી20 વર્લ્ડકપ બાદ આ ગીત કમ્પોઝ કર્યું હતું. ત્યારે 'ચેમ્પિયન' નામનું આ ગીત ખુબ લોકપ્રિય બન્યું હતું.  

બ્રાવોએ ટીમને શું વચન આપ્યું?

વિડિયોમાં ડ્વેન બ્રાવો અફઘાનિસ્તાન ટીમને કહી રહ્યો છે કે, જો તમે લોકો જીતી ગયા તો, ઇંશાઅલ્લાહ હું ચેમ્પિયન ગીતની રિમેક બનાવીશ. આ પછી બ્રાવો પણ ગીતના શબ્દોનું પુનરાવર્તન કરવાનું શરૂ કરે છે. 'અફઘાન ચેમ્પિયન, એવરીબડી નો અફઘાન ઈઝ ચેમ્પિયન. ચેમ્પિયન, ચેમ્પિયન. રાશિદ ઈઝ ચેમ્પિયન, નબી ઇઝ ધ ચેમ્પિયન, નુર ઈઝ ધ ચેમ્પિયન'. આ પછી ટીમના અન્ય ખેલાડીઓ પણ તેની સાથે ઉજવણીમાં જોડાય છે.

ભવ્યતાથી થઇ રહી છે ઉજવણી

આ પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ ચેમ્પિયન ગીત પર ડાન્સ કર્યો હતો. ટીમ મેદાનમાંથી બસમાં પરત ફરતી વખતે બધા ખેલાડીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સુપર-8ની મેચ હતી. જેમાં અફઘાનિસ્તાનની ટીમે ખૂબ રોમાંચક મેચમાં જીત મેળવીને મોટો અપસેટ સર્જ્યો હતો.



Google NewsGoogle News