Get The App

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને બીજો ઝટકો! શાકિબ અલ હસન બાદ વધુ એક દિગ્ગજ લેશે સંન્યાસ!

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને બીજો ઝટકો! શાકિબ અલ હસન બાદ વધુ એક દિગ્ગજ લેશે સંન્યાસ! 1 - image

Mahmudullah Retirement From T20I : થોડા સમય પહેલા જ બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસનને નિવૃત્તિ જાહેર કરી હતી, જેના હજુ 2 અઠવાડિયા જ થયા છે. અને ત્યાં હવે બીજા બાંગ્લાદેશી ખેલાડી મહમુદુલ્લાહે પણ ભારત સામેની બાંગ્લાદેશ T20 સીરિઝ બાદ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. એક અહેવાલ અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના એક અધિકારીએ દાવો કર્યો છે કે, મહમુદુલ્લાહ ભારત-બાંગ્લાદેશ T20 સીરિઝ બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે.

T20 વર્લ્ડપ 2024 બાદ મહમુદુલ્લાહે એક પણ T20 મેચ રમી નથી. પરંતુ ભારત સામે 6 ઓક્ટોબરથી શરુ થયેલી સીરિઝમાં તેણે વાપસી કરી હતી. એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કોઈ પણ બ્રેક લેશે નહી અને તે હવે પોતાની T20 કારકિર્દીને સમાપ્ત કરવા માંગે છે. તે હાલમાં ભરત સામે રમાઈ રહેલી T20 સીરિઝ દરમિયાન કે તેના પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે.    

બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસનેT20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ તેણે જણાવ્યું હતું કે, જો મને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સીરિઝ પહેલા રમવાની તક મળશે તો એ લાંબા ફોર્મેટ મારી છેલ્લી મેચ રહેશે. શકીબ જો એ મેચ નહી રમે તો ભારત સામેની બીજી ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હોવાનું જણાવ્યું હતું.

ભારત સામેની પહેલી T20 મેચમાં મહમુદુલ્લાહ માત્ર એક રન જ કરી શક્યો હતો. તેણે પોતાની કારકિર્દીમાં એક ઓલરાઉન્ડર તરીકે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 139 મેચ રમી હતી. જેમાં તેણે 2395 રન કર્યા હતા. આ સિવાય T20I માં તેણે 40 વિકેટો ઝડપી છે. તેણે લગભગ 17 વર્ષ T20I ફોર્મેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


Google NewsGoogle News