Get The App

ટેસ્ટ મેચમાં ઋષભ પંતે ફટકારી સેન્ચુરી, હવે IPLમાં કરોડોનો ફાયદો કરાવવા તૈયાર આ ટીમ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ટેસ્ટ મેચમાં ઋષભ પંતે ફટકારી સેન્ચુરી, હવે IPLમાં કરોડોનો ફાયદો કરાવવા તૈયાર આ ટીમ 1 - image

Rishabh Pant : બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં ઋષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. ત્યારે હવે પંતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે દિલ્હી કેપિટલ્સ હવે ઋષભ પંતને રિટેન કરવાનું મન બનાવી લીધું છે. આ સિવાય રિટેન્શન ફીને લઈને પંત અને દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા તણાવની અફવાઓ પણ શાંત થઈ ગઈ છે. 

BCCIએ હજુ સુધી રિટેન્શનને લઈને નિયમો જાહેર કર્યા નથી. પરંતુ મળતી માહિતી અનુસાર રિટેન્શન માટે ફ્રેન્ચાઇઝની પહેલી પસંદ પંત રહેશે. મુંબઈમાં ફ્રેન્ચાઈઝીના સહ-માલિક પાર્થ જિંદાલ અને પંત વચ્ચે તાજેતરમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાનમાં આઈપીએલમાં પંતનું વેતન 16 કરોડ રૂપિયા છે. પરંતુ તેમાં વધારો થવાની સંભાવના છે. જો કે આ નવા રીટેન્શન નિયમો પર આધાર રાખશે.

આ પણ વાંચોઃ બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: ઋષભ પંતે ધોનીની કરી બરાબરી

અકસ્માત થવાને કારણે પંત 2023ની IPL સીઝનમાં રમી શક્યો ન હતો. ગત સિઝનમાં પરત ફર્યા બાદ તેણે દિલ્હીની કમાન સંભાળી હતી. અકસ્માત પછી પંત પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. IPL 2024માં તેણે 13 ઇનિંગ્સમાં 446 રન બનાવ્યા હતા. જેમાં તેની 155ના સ્ટ્રાઈક રેટ રહી હતી. પંત દિલ્હી તરફથી સૌથી વધારે રન કરનારોનો ખેલાડી પણ છે. તેણે દિલ્લી માટે 3284 રન બનાવ્યા છે. 

જો BCCI પાંચ રિટેન્શનની મંજૂરી આપશે તો દિલ્લીનું મેનેજમેન્ટ પંતની સાથે અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ જાળવી રાખવાની કોશિશ કરશે. તેમના પછી જેક ફ્રેઝર મેકગર્ક અને ટ્રિસ્ટન સ્ટબ્સને પણ ફ્રેન્ચાઇઝી લઇ શકે છે.

ટેસ્ટ મેચમાં ઋષભ પંતે ફટકારી સેન્ચુરી, હવે IPLમાં કરોડોનો ફાયદો કરાવવા તૈયાર આ ટીમ 2 - image


Google NewsGoogle News