રોહિત શર્મા આવા નિર્ણયો ના લે... પરાજય બાદ પૂર્વ ખેલાડીએ તેની કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ
Cricket News: પૂણે ખાતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભરતા 113 રનથી હારી ગયું હતું. જેથી હવે ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ ભારતની 2012-13માં ઈંગ્લેન્ડ સામે મેચ હાર્યા બાદથી, ઘરેલુ મેદાન પર સતત 18 ટેસ્ટ સીરિઝ જીતવાનો સિલસિલો ખતમ થઈ ગયો છે. બંને મુકાબલા દરમિયાન સીનિયર ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. બંને મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડના બોલરો સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. જો કે, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગ દ્વારા કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા.
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાને ન આપી દિવાળીની રજા! ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ કોચનું આકરું વલણ
સંજય માંજરેકરનું મોટું નિવેદન
બંને ટેસ્ટમાં ટીમની વ્યૂહનીતિ અને વાંરવાર બેટરોના નિરાશાજનક દેખાવને લઈને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આકરી ટીકા થઇ રહી છે. પરંતુ ક્રિકેટ કોમેન્ટેટર સંજય માંજરેકરે ગંભીરનું સમર્થન કર્યું હતું. માંજરેકરે કહ્યું કે, 'હું હજુ એવું જ કહીશ કે, કોચનો ટીમ પર સૌથી ઓછો પ્રભાવ હોય છે. ટીમમાં કોચની ભૂમિકા 11 ખેલાડીમાં સૌથી ઓછી હોય છે. તે તો મેદાન પર પગ પણ નથી મૂકતો. ત્યાં કેપ્ટનનો જ સૌથી વધુ પ્રભાવ હોય છે.' આમ, માંજરેકરે રોહિત શર્માની કેપ્ટનશીપ સામે સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચોઃ ન્યુઝીલેન્ડ 69 વર્ષે ભારતની ભૂમિ પર સૌપ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીત્યું
રોહિતની કેપ્ટનશીપ પર કર્યા સવાલ
સંજય માંજરેકરે રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉભા કર્યા છે. માંજરેકરે ફોર્મમાં ચાલી રહેલાં બેટર સરફરાઝ ખાનને પહેલાં ઓલરાઉન્ડર વૉંશિગટન સુંદરને બેટર માટે મોકલવાના રોહિત શર્માના અજીબ નિર્ણય પર પ્રશ્ન ઊભો કર્યો હતો. તેણે કહ્યું, 'સરફરાઝ ખાનને નીચેના ક્રમમાં અને વૉશિંગ્ટન સુંદરને ઉપરના ક્રમમાં બેટિંગ માટે મોકલવો કારણકે તે ડાબોડી બેટર છે. આ પ્રકારની ભૂલો ન થવી જોઈએ.'