Get The App

પાકિસ્તાન ક્રિકેટ જગતમાં ખળભળાટ, ઈમાદ-આમિર બાદ વધુ એક દિગ્ગજ બોલરે લીધો સંન્યાસ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
Mohammad Irfan Retirement


Mohammad Irfan Retirement: T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન તરફથી રમી ચૂકેલા ઈમાદ વસીમ અને મોહમ્મદ આમિરે છેલ્લા બે દિવસમાં નિવૃત્તિ લઈ લીધી છે. હવે ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાન પણ નિવૃત્તિની યાદીમાં સામેલ થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાનના આ 3 ખેલાડીઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ક્રિકેટ જગતમાં ઈરફાનની હાઇટ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તેની ઉંચાઈ 7 ફૂટથી વધુ છે. આ સિવાય તેની પાસે બોલને સ્વિંગ કરવાની ક્ષમતા હતી.

મોહમ્મદ ઈરફાને નિવૃત્તિ વિશે માહિતી આપી 

પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપતા મોહમ્મદ ઈરફાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, 'મેં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું મારા સાથી ખેલાડીઓ અને કોચનો આભાર માનવા માંગુ છું. તમારા પ્રેમ, ઉત્સાહ અને અવિસ્મરણીય યાદો માટે આભાર. જે રમતે મને બધું આપ્યું છે તેને હું સમર્થન આપવાનું અને તેની ઉજવણી કરવાનું ચાલુ રાખીશ.'

પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો

મોહમ્મદ ઈરફાને છેલ્લે વર્ષ 2019માં પાકિસ્તાની ટીમ માટે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારબાદ તે છેલ્લા પાંચ વર્ષથી ટીમની બહાર છે. વર્ષ 2010માં, તેણે પાકિસ્તાની ટીમ માટે ડેબ્યૂ કર્યું અને બાદમાં ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. તેણે 4 ટેસ્ટમાં 10 વિકેટ, 60 ODI મેચોમાં 83 વિકેટ અને 22 T20 ઇન્ટરનેશનલ મેચમાં 16 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: Photos: બે વારની ઓલમ્પિક ચેમ્પિયન્સ પીવી સિંધુએ કરી સગાઈ, શેર કરી તસવીર

ભારત સામે T20Iમાં ડેબ્યૂ કર્યું હતુ

મોહમ્મદ ઈરફાનની ટેસ્ટ કારકિર્દી ભલે બહુ લાંબી ન હોય, પરંતુ ODI અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે એકલા હાથે પાકિસ્તાની ટીમને ઘણી મેચોમાં જીત અપાવી. તેણે 2012માં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત સામે પાકિસ્તાની ટીમ માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી.


Google NewsGoogle News