બાંગ્લાદેશ સામે ચીટિંગ કરી હતી કે નહીં? ગુલબદીને સસ્પેન્સનો લાવ્યો અંત, અશ્વિનની પોસ્ટનો આપ્યો જવાબ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Gulbadin Reply To R Ashwin Post

Gulbadin Reply To R. Ashwin Post: T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાને સુપર-8 ગ્રુપના મેચમાં બાંગ્લાદેશને 8 રનથી હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. હવે 27 જુને અફઘાનિસ્તાનની ટક્કર દક્ષિણ આફ્રિકા સેમિ ફાઈનલમાં થશે. જ્યારે ભારત બીજી સેમિ ફાઈનલ ઇંગ્લેન્ડ સામે રમશે. જોકે અફઘાનિસ્તાનની મેચમાં એક ઘટના ખૂબ ચર્ચામાં રહી અને એ હતી ગુલબદીન નાયબને મેચમાં આવેલી ક્રેમ્પ ચર્ચામાં રહી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે અને તેને લઈને અફઘાનિસ્તાન પર ચીટિંગના આરોપ પણ લાગી રહ્યા છે. 

ગુલબદિન નાયબે અશ્વિનની પોસ્ટનો આપ્યો જવાબ

બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાન ટીમના ખેલાડી ગુલબદિન નાયબ અચાનક પડી ગયો હ્તો. આ ઘટના પર વિવાદ થયો હતો અને અનેક સવાલો ઉઠયા હતા. એવું કહેવાય રહ્યું છે કે, ગુલબદિન જાણી જોઈને પડી ગયો હતો. ઘણા દિગ્ગજ ક્રિકેટરો અને કોમેન્ટેટર્સે પણ આ ઘટના પર સવાલ ઊઠાવી રહ્યા છે. ઘણાએ ગુલબદીનની મજાક પણ ઉડાવી હતી. ભારતીય ક્રિકેટર આર. અશ્વિને એક પોસ્ટ કરી હતી, જેમાં તે ગુલબદીન નાયબને રેડ કાર્ડ દેખાડતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટનો જવાબ આપતા નાયબે હસતું ઇમોજી બનાવ્યું અને પોસ્ટમાં લખ્યું, કભી ખુશી કભી ગમ, હેમસ્ટ્રિંગ. 

શું હતી સમગ્ર ઘટના?

અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ઇનિંગ્સની 12મી ઓવરના ચોથા બોલ પછી નાયબ મેદાન પર પડી ગયો હતો. આ ઘટના જોઈને અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન રાશિદ ખાન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જયારે ગુલબદીન નીચે પડ્યો ત્યારે અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશથી DLS પદ્ધતિ અનુસાર 2 રન આગળ ચાલી રહી હતી. અને ત્યારે જ વરસાદ ચાલુ થઇ ગયો હતો. આ જોઈને વિકેટ પર હાજર બાંગ્લાદેશી બેટર લિટન દાસ પણ હસવા લાગ્યો અને નાયબની જેમ એક્ટિંગ કરવા લાગ્યો હતો.   કેપ્ટન રાશિદ ખાને હસતાં હસતાં કહ્યું, 'ગુલબદિન નાયબને પગમાં ક્રેમ્પ આવી ગઈ છે, આશા છે કે તે ઠીક થઈ જશે.'


Google NewsGoogle News