3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં ફરી જાદુઈ સ્પિનરને મળ્યો મોકો, IPLમાં કર્યું હતું દમદાર પ્રદર્શન
IND Vs BAN T20I, Varun Chakaravarthy : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 15 સભ્યોની આ ટીમમાં એક બોલરની પસંદગીએ બધાને ચોંકાવી દીધા છે. કારણ કે આ ખેલાડી હવે લગભગ ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરશે.
આ ખેલાડીનું નામ વરુણ ચક્રવર્તી છે. તેણે છેલ્લી કેટલીક IPL સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત IPL 2024 સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) તરફથી રમતા તેણે શાનદાર બોલિંગ કરી હતી. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 14 ઈનિંગ્સમાં 21 વિકેટ ઝડપી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
છેલ્લે વર્ષ 2021માં વરુણ ચક્રવર્તીએ ભારત માટે T20I રમી હતી. તેણે આ વર્ષે 25 જૂનમાં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. અને T20 વર્લ્ડકપ 2021માં સ્કોટલેન્ડ સામે તેણે છેલ્લી મેચ રમી હતી. હવે લગભગ 3 વર્ષ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સ્ટાર ઓલરાઉન્ડરની થઈ વાપસી
જો કે, રવિ બિશ્નોઈની ટીમમાં હાજરીને કારણે તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવશે કે નહીં તે જોવું રહ્યું. અત્યાર સુધીમાં વરુણે ભારત માટે 6 T20I મેચ રમી છે. આ દરમિયાન તેણે 2 વિકેટ પોતાના નામે કરી હતી. IPLની 71 મેચોમાં તેને 83 વિકેટ ઝડપી છે.