World Cup 2023 : અફઘાનિસ્તાનનો વર્લ્ડકપમાં ચોથો વિજય, નેધરલેન્ડને હરાવી સેમિ ફાઈનલમાં પ્રવેશની આશા જીવંત રાખી

180ના ટાર્ગેટને અફઘાનિસ્તાને 31.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પાર પાડયો

પ્લેયર ઓફ ધ મેચ નાબીની 28 રનમાં 3 વિકેટ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : અફઘાનિસ્તાનનો વર્લ્ડકપમાં ચોથો વિજય, નેધરલેન્ડને હરાવી સેમિ ફાઈનલમાં પ્રવેશની આશા જીવંત રાખી 1 - image


Afghanistan vs Netherlands : અફઘાનિસ્તાને નેધરલેન્ડને 18.3 ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં ચોથી જીત હાંસલ કરી હતી. આ સાથે અફઘાનિસ્તાને સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. પ્લેયર ઓફ ધ મેચ નાબીએ 28 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં નેધરલેન્ડ 46.3 ઓવરમાં 179 રનમાં જ ખખડી ગયું હતુ. અફઘાનિસ્તાને જવાબમાં 31.3 ઓવરમાં ત્રણ વિકેટે 181 રન કરતાં જીત હાંસલ કરી હતી. કેપ્ટન શાહિદીએ અણનમ ૫૬ અને રહમતે ૫૨ રન નોંધાવ્યા હતા. 

નેધરલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો

નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે તેઓ અફઘાન સ્પિનરોની સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. બારેસીની વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ નેધરલેન્ડ તરફથી ઓ'ડોવ્ડ (42) અને એકેરમાન (29)ની જોડીએ 70 રન જોડયા હતા. સીબ્રાન્ડે 86 બોલમાં 6 ચોગ્ગા સાથે 58 રન ફટકાર્યા હતા. જોકે તેને સામેના છેડેથી સાથ મળી શક્યો નહતો. નાબીએ 28 રનમાં 3 અને નૂર અહમદે 31 રનમાં બે વિકેટ ઝડપી હતી. રાશિદે 10 ઓવરમાં 31 રન જ આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી નહતી. વિકેટકિપર અલીખીલે છ બેટ્સમેનને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ત્રણને રનઆઉટ કરાવ્યા હતા. જ્યારે બે કેચ ઝડપવા સાથે એક સ્ટમ્પિંગ કર્યું હતુ. 180ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા અફઘાનિસ્તાને 55 રનમાં બે વિકેટ ગુમાવી હતી. જોકે રહમતે ૫૨ અને શાહિદીએ અણનમ 56 રન તેમજ ઓમરઝાઈએ અણનમ 31 રન કરતાં ટીમને જીતાડી હતી.



Google NewsGoogle News