Get The App

T20 વર્લ્ડ કપમાં મેજર અપસેટ, અફઘાની બોલરોએ કાંગારુઓને ધૂળ ચટાડી, 21 રને હરાવ્યાં

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
afghanistan Team won match in super -8 match in T20 world cup against australia


Afghanistan vs Australia Live Score: T20 વર્લ્ડ કપ 2024ની 48મી મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને  પ્રથમ બેટિંગ કરીને 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ અફ્ઘાની ટીમે સુપર-8માં મોટો ઉલટફેર કરતા કાંગારુ ટીમને 21 રને હરાવ્યું હતું. આ મેચમાં ગુલબદીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું

અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની આગેવાની હેઠળની આ ટીમે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 60 અને ઈબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી. પેટ કમિન્સની હેટ્રિક અને મેક્સવેલની લડાયક બેટિંગ પણ ઓસ્ટ્રેલિયાને જીતાડી ન શકી. અફ્ઘાની ટીમ માટે ગુલબદીન અને નવીન ઉલ હક જીતના હીરો બન્યા હતા.

મેક્સવેલના આઉટ થતાં જ મેચનો પલટી ગયો

મેક્સવેલે 2023ના વનડે વર્લ્ડ કપમાં 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. હવે T-20 વર્લ્ડ કપમાં મેક્સવેલ ફરી એકવાર ઈતિહાસના પુનરાવર્તન કરવા રમી રહ્યો હતો પરંતુ ગુલબદ્દીન નાયબે નિર્ણાયક સમયે તેને આઉટ થઈને ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અફઘાનિસ્તાનની જરૂર હતી તેવા સમયે ગુલબદિન નાયબે મેક્સવેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મેક્સવેલે 41 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. જેમા 6 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. મેક્સવેલની વિકેટ પડતા જ મેચ પલટી ગઈ હતી.

AFG vs AUS પ્લેઇંગ XI

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ), ઇબ્રાહિમ ઝદરાન, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, કરીમ જનાત, નાંગેયાલિયા ખારોટે, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટ), પેટ કમિન્સ, એશ્ટન અગર, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

T20 વર્લ્ડ કપમાં મેજર અપસેટ, અફઘાની બોલરોએ કાંગારુઓને ધૂળ ચટાડી, 21 રને હરાવ્યાં 2 - image


Google NewsGoogle News