સેમિફાઇનલમાં પરાજય બાદ પણ અફઘાનિસ્તાન પર થશે ધનવર્ષા, મળશે કરોડો રૂપિયા
Image:IANS |
અફઘાન ટીમને મળશે કરોડોનું ઇનામ
સેમિ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન ટીમને 56 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. આફ્રિકાએ 9 વિકેટે આ મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી વખત T20 વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી ગઈ છે. બીજી તરફ અફઘાનિસ્તાન ટીમના ઝડપી બોલર ફઝહલક ફારૂકીએ ઈતિહાસ રચ્યો હતો. ફારૂકી T20 વર્લ્ડકપની સિંગલ એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આઈસીસીએ T20 વર્લ્ડકપની કુલ ઈનામી રકમ 20.36 કરોડ રૂપિયા રાખી છે. તેમાંથી સેમીફાઈનલમાં હારનાર ટીમને 6.55 કરોડ રૂપિયા મળશે. આ સ્થિતિમાં અફઘાન ટીમને આ રકમ ઈનામ તરીકે આપવામાં આવશે.
સેમિ ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન રાશિદ ખાન T20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે મળેલી હારથી દુખી છે. પરંતુ તેણે કહ્યું કે આ ટીમ માટે શરૂઆત છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને તેના સૌથી ઓછા સ્કોર 56 રનમાં આઉટ થતાં નવ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: મહાન બેટરે મહિના પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી, અફઘાનિસ્તાનના કેપ્ટને પણ આભાર માન્યો
અમારી ટીમને આત્મવિશ્વાસ આવી ગયો છે-રાશીદ ખાન
રાશિદે મેચ બાદ કહ્યું, 'એક ટીમ તરીકે અમારા માટે આ મુશ્કેલ હતું. અમે વધુ સારું પ્રદર્શન કર્યું હોત પરંતુ પરિસ્થિતિ અમારી અનુકુળ ન હતી. T-20 ક્રિકેટમાં તમારે દરેક પરિસ્થિતિ માટે અનુકૂળ થવું પડે છે. અમારી ટીમે આ ટુર્નામેન્ટમાંથી ઘણું બધું શીખ્યું છે. અમારા માટે આ એક શરૂઆત છે. હવે અમને કોઇપણ ટીમને હરાવવા માટે અમારી ટીમમાં આત્મવિશ્વાસ આવી ગયો છે. અમે આત્મવિશ્વાસ સાથે આ ટુર્નામેન્ટ છોડી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે અમારી પાસે સ્કીલ છે. પરંતુ અહીં અમે મુશ્કેલ અને દબાણવાળી પરિસ્થિતિઓમાં પણ રમતા શીખ્યા છીએ.