T20 વર્લ્ડ કપ માટે તમે આવી ટીમ નહીં જોઈ હોય, 6 તો માત્ર ઓલરાઉન્ડર અને 4 સ્પેશિયલ બેટર
Afghanistan Squad T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024નું આયોજન 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજવાનો છે. આ વખતે T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લઈ રહી છે. ટીમોને પાંચ-પાંચ જૂથોમાં વહેંચવામાં આવી છે. હવે અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. રાશિદ ખાનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાનની ટીમમાં 15 ખેલાડીઓને તક મળી છે. ત્રણ ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.
ટીમમાં ઘણા ફેરફારો થયા છે
અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2022થી પોતાની ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. જેમાં કરીમ જનાત, મોહમ્મદ ઈશાક અને નૂર અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ કરનાર હશમતુલ્લાહ શાહિદીને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેણે વર્ષ 2022માં અફઘાનિસ્તાન માટે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આગામી T20 વર્લ્ડ કપ માટે કેપ્ટનશિપની જવાબદારી રાશિદ ખાનને સોંપવામાં આવી છે.
🚨 SQUAD ANNOUNCEMENT!🚨
— Afghanistan Cricket Board (@ACBofficials) April 30, 2024
Here’s AfghanAtalan’s Squad for the ICC Men's T20I World Cup 2024. 🤩#AfghanAtalan | #T20WorldCup pic.twitter.com/M7oTF8ZPaa
આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર ખેલાડીને તક મળી
નાંગ્યાલ ખરોતીએ આ વર્ષે આયર્લેન્ડ સામે અફઘાનિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ 20 વર્ષના આ ખેલાડીએ આયર્લેન્ડ સામેની સિરીઝમાં પ્રભાવ પાડ્યો હતો. તે શ્રેણીમાં, નાંગ્યાલે ત્રણ મેચમાં માત્ર 5.90ની ઈકોનોમીમાં પાંચ વિકેટ લીધી હતી. 2020 અને 2022માં અંડર-19 વર્લ્ડ કપમાં અફઘાન ટીમનો હિસ્સો રહેલા મોહમ્મદ ઈશાકને પણ તક મળી છે.
T20 વર્લ્ડ કપ 2024માં મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નાંગ્યાલ ખરોતી અને અનુભવી મોહમ્મદ નબીના સમર્થન સાથે અફઘાન ટીમમાં સ્પિનનું નેતૃત્વ કરતો જોવા મળશે. નવીન-ઉલ-હક, ફરીદ અહેમદ અને ફઝલહક ફારુકે તેમના સ્થાન જાળવી રાખ્યા છે અને અફઘાનિસ્તાનની ઝડપી બોલિંગ લાઇન-અપ બનાવી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે અફઘાનિસ્તાનની ટીમ
રાશિદ ખાન (C), રહેમાનુલ્લા ગુરબાઝ (WK), ઈબ્રાહીમ ઝદરાન, અઝમતુલ્લા ઉમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ ઈશાક, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનત, નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ મલિક.
રિઝર્વ: સેદિક અટલ, હઝરતુલ્લા ઝઝઈ, સલીમ સફી.