લો બોલો...! T20 વર્લ્ડકપ 2024 માટે આ દેશની ટીમમાં 6 તો માત્ર ઓલરાઉન્ડર, સુકાની હશે આ ખેલાડી
Image: X
T20 World Cup 2024 Squad: ભારત સહિતની મોટાભાગના દેશોએ આગામી મહિનાથી શરૂ થતા T20 વર્લ્ડકપ માટેના સ્વોડ જાહેર કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને ફ્રેઝરને તક ન આપીને સૌને ચોંકાવી દીધા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ સિવાય અન્ય એક દેશે પણ પોતાની ટીમ ગઈકાલે જ લોન્ચ કરી હતી અને આ ટીમના 15 + 3 રિઝર્વ પ્લેયર્સમાં ચોંકાવનારી વાત એ છે કે 6 તો માત્ર ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેના કારણે જ આ ટીમ સૌથી બેલેન્સિંગ જણાઈ આવે છે.
અહિં વાત થઈ રહી છે અફઘાનિસ્તાના T20 વર્લ્ડ કપ 2024 માટેના સ્ક્વોડની. અફઘાન ટીમની ગણતરી T20ની સૌથી ખતરનાક ટીમોમાં થાય છે. અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં ખૂબ જ સંતુલિત ટીમ ઉતારી છે. રાશિદ ખાનને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને ટીમમાં છ ઓલરાઉન્ડર છે.
1 જૂનથી રમાનારા વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મંગળવારે મોડી રાત્રે T20 વર્લ્ડ કપ 2024 માટે તેની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં 6 ઓલરાઉન્ડર અને 4 સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની સૌથી મોટી તાકાત તેના સ્પિનરો હોઈ શકે છે. અફઘાનિસ્તાન ટીમમાં 15 નિયમિત સભ્યો ઉપરાંત 3 રિઝર્વ ખેલાડીઓના નામ પણ જાહેર કરાયા છે.
અફઘાનિસ્તાનના સ્ક્વોડ પર એક નજર :
રાશિદ ખાન (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ મલિક.
રિઝર્વ ખેલાડીઓઃ સેદીક અટલ, હઝરતુલ્લા ઝાઝાઈ, સલીમ સફી.