Get The App

ICC રેન્કિંગમાં મોહમ્મદ નબી બન્યો વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર, ભારતનો માત્ર 1 ખેલાડી

શાકિબ અલ હસન બીજા અને સિકંદર રઝા ત્રીજા ક્રમે રહ્યા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ICC રેન્કિંગમાં મોહમ્મદ નબી બન્યો વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર, ભારતનો માત્ર 1 ખેલાડી 1 - image
image : IANS



Mohammad Nabi ICC Rankings:  અફઘાનિસ્તાનનો દમદાર ખેલાડી મોહમ્મદ નબી ODI ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. આઈસીસીએ તાજેતરમાં લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં મોહમ્મદ નબી નંબર 1 પર પહોંચી ગયો છે. અગાઉ ODI ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો ટોચના ક્રમે કબજો હતો. 

શાકિબ અલ હસન હવે બીજા ક્રમે 

શાકિબ હવે એક સ્થાન સરકીને બીજા સ્થાને પહોંચી ગયો છે. નબીની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ શ્રીલંકા સામે તોફાની સદી ફટકારી હતી. જોકે અફઘાન ટીમ આ મેચ હારી ગઈ હતી. ખરેખર શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. શ્રીલંકાએ શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી હતી. હવે ત્રીજી મેચ આજે પેલેકલમાં રમાશે. 

નબીએ તાજેતરમાં શાનદાર સદી ફટકારી હતી 

શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ રમાઈ હતી. નબીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 130 બોલનો સામનો કરીને 136 રન બનાવ્યા હતા. નબીની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. નબીને રેન્કિંગમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. તે ODI ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ પર આવી ગયો છે.

સિકંદર રઝા ત્રીજા ક્રમે

બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી શાકિબ ODI ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર હતો. પરંતુ હવે તેઓ બીજા નંબર પર આવી ગયા છે. શાકિબને 310 રેટિંગ મળ્યું છે. જ્યારે નબી 314 રેટિંગ સાથે ટોચ પર છે. ત્રીજા નંબર પર ઝિમ્બાબ્વેનો ખેલાડી સિકંદર રઝા છે. તેને 288 રેટિંગ મળ્યું છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 10માં સ્થાને છે.

ICC રેન્કિંગમાં મોહમ્મદ નબી બન્યો વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર, ભારતનો માત્ર 1 ખેલાડી 2 - image


Google NewsGoogle News