VIDEO: ઓસ્ટ્રેલિયન ટીમને કચડીને કોચના જ બનાવેલા ગીત પર ઝૂમ્યાં અફઘાન ક્રિકેટરો

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
Afghan Cricketers
Image Social Media

T20 World Cup AFG vs AUS: T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને સુપર 8 તબક્કાની મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 21 રને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે 6 મેચોમાં પહેલીવાર આ રીતે હાર્યું છે. તેની સાથે અફઘાનિસ્તાને ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં મુંબઈમાં મળેલી હારનો બદલો ચુકતે કરી દીધો. એ સમયે મેક્સવેલે અફઘાનિસ્તાન પાસેથી જીત છીનવી લીધી હતી અને ફરી એકવાર તે આવું જ કરતો જોવા મળ્યો હતો, પરંતુ નાયબે તેની યોજના પર પાણી ફેરવી નાખ્યું હતું.

આ ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. મેદાન પર જીતનો જશ્ન મનાવવા માટે કોચની સાથે સપોર્ટ સ્ટાફ પણ આ ઉજવણીમાં હાજર રહ્યો હતો. ડ્વેન બ્રાવોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ જોરશોરથી ઝૂમ્યી ઉઠ્યા હતાં. 

ડ્વેન બ્રાવોના ફેમસ ગીત પર અફઘાન ક્રિકેટરો ઝૂમી ઉઠ્યા

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અફઘાન ક્રિકેટરો બસમાં ડ્વેન બ્રાવોના આઈકોનિક ગીત ‘ચેમ્પિયન ચેમ્પિયન’ પર જોરશોરથી ઝૂમી ઉઠ્યા હતાં. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ ચાલુ બસમાં ડાન્સ કરતી વખતે પડતા જોવા મળી રહ્યા હતા. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ પસંદ કરી વિકેટે 148 રન બનાવ્યા હતા અને જવાબમાં ઓસ્ટ્રેલિયા 19.2 ઓવરમાં 127 રન બનાવીને આઉટ થઈ ગયું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની આ પહેલી જીત છે.

અફઘાનિસ્તાનની જીત બાદ ભારતે છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે

હવે સોમવારે અફઘાનિસ્તાનની જીત બાદ ભારતે છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. એટલે આપણે એ પ્રાર્થના કરવી પડશે કે, આગામી મેચમાં બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે. અફઘાનિસ્તાનના ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ જીત બાદ ખુશીઓથી ઉછળતા જોવા મળી રહ્યો હતો. આ મેચ બાદ હવે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન બંનેએ એક-એક મેચ જીતી લીધી છે, જ્યારે ભારત બંને મેચ જીતીને ગ્રૂપ એકમાં ટોપ પર છે.


Google NewsGoogle News