World Cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત આ ICC ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈ થયું

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત આ ICC ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈ થયું 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs AFG : ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે ODI World Cup 2023ની લીગ મેચમાં અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે એક સમયે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ગ્લેન મેકસવેલના 201 રનની મદદથી ઓસ્ટ્રેલિયા હારેલી મેચ પણ જીતી ગયું હતું. અફઘાનિસ્તાનને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છતાં તેણે ઈતિહાસ રચી દીધો હતો. તે ICC Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ કરી ગયું હતું.

પ્રથમ વખત ICC Champions Trophy માટે ક્વાલિફાઈ થયું અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પ્રથમ વખત ICC Champions Trophy માટે ક્વાલિફાઈ થઇ છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે માત્ર 8 ટીમો જ ક્વાલિફાઈ કરી શકે છે. યજમાન હોવાના કારણે પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અફઘાનિસ્તાન ઉપરાંત ભારત, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટુર્નામેન્ટ માટે ક્વાલિફાઈ કરી લીધું છે. જયારે ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ, શ્રીલંકા અને બાંગ્લાદેશ હજુ ક્વાલિફાઈ થવાની રેસમાં છે.

ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો

અફઘાનિસ્તાનનું ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાને પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવી સતત ત્રણ મેચ જીતી હતી. જો કે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પણ અફઘાનિસ્તાન સેમિફાઈનલની રેસમાં છે. પરંતુ તેને સાઉથ આફ્રિકા સામે જીતવું પડશે અને બાકી ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.


Google NewsGoogle News