Get The App

ICCએ અફઘાનિસ્તાનના સ્ટ્રાઇકર બેટ્સમેન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, શું છે કારણ...

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ICCએ અફઘાનિસ્તાનના સ્ટ્રાઇકર બેટ્સમેન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, શું છે કારણ... 1 - image


Ihsanullah Janat Banned: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ 7 ઓગસ્ટ જાહેરાત કરી હતી કે, ટીમના ટોચના ક્રમના બેટ્સમેન ઇહસાનુલ્લાહ જનાતને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના શાઈનિંગ સ્ટાર ઇહસાનુલ્લાહ પર આ સસ્પેન્શન તાત્કાલિક અસરથી અમલમાં પણ આવ્યું છે.

એસીબીએ જણાવ્યું કે, જનાતે 2024માં કાબુલ પ્રીમિયર લીગની બીજી એડિશન દરમિયાન એસીબી અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બંનેના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનો ભંગ કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં કાબુલ પ્રીમિયર લીગમાં જનાત શમશાદ ઇગલ્સ તરફથી રમ્યો હતો અને ચાર ઇનિંગ્સમાં 72 રન બનાવ્યા હતા. 26 વર્ષના જનાતે 2017માં સૌથી યુવાવયે ડેબ્યૂ કર્યા બાદ અફઘાનિસ્તાન માટે ત્રણ ટેસ્ટ, 16 ODI અને એક T20 મેચ રમી છે.

ભ્રષ્ટાચારના કારણે બેન :

ACBના નિવેદન અનુસાર જનાતને ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ 2.1.1નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે મેચના કોઈપણ પાસાને અયોગ્ય રીતે પ્રભાવિત કરવા અથવા બદલવાના પ્રયાસો સાથે સંબંધિત છે. આ નિયમભંગને ધ્યાનમાં રાખીને તેની ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News