VIDEO : એન્જેલો મેથ્યુઝ ફરી એકવાર વિચિત્ર રીતે આઉટ થયો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની ટીમે 212 રનની લીડ મેળવી લીધી હતી
બીજા દિવસે રમતની અંતે શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 410 રણ બનાવ્યા હતા
Image: Twitter |
Angelo Mathews Hit Wicket, SL vs AFG : શ્રીલંકાનો ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ ફરી એકવાર પોતાના આઉટ થવાના કારણે ચર્ચામાં છે. ODI World Cup 2023 દરમિયાન ટાઈમઆઉટ થયેલો એન્જેલો મેથ્યુઝ અફઘાનિસ્તાન સામે ફરીથી વિચિત્ર રીતે આઉટ થયો હતો. આ વખતે પોતાની ભૂલ જોઈને તે પોતે જ નિરાશ થઈને જમીન પર બેસી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
141 રનના સ્કોર પર મેથ્યુઝે ગુમાવી પોતાની વિકેટ
કોલંબોમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે માત્ર 17 બોલ બાકી રહ્યા હતા. એન્જેલો મેથ્યુઝ સ્ટ્રાઈક પર હતો. અફઘાનિસ્તાની તરફથી કૈશ મોહમ્મદ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરનો બીજો બોલ મૈથ્યુઝથી ઘણો દૂર હતો. મેથ્યુઝ બાઉન્ડ્રી તરફ શોટ રમવા ઈચ્છતો હતો પરંતુ આવું કરવાના પ્રયત્નમાં તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. મેથ્યુઝ શોટ રમવા માટે હાથ ફેરવ્યો કે તરત જ બેટ સ્ટમ્પ સાથે અથડાયું. 141 રનના સ્કોર પર મેથ્યુઝ હિટ વિકેટ થયો હતો.
ઘૂંટણિયે બેસીને નિરાશાથી માથું નમાવી લીધું
મેથ્યુઝને પોતાની ભૂલ પર વિશ્વાસ થઇ રહ્યો ન હતો. તેણે ઘૂંટણિયે બેસીને નિરાશાથી માથું નમાવી લીધું હતું. મેથ્યુઝ ગયા વર્ષે પણ વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામે ટાઈમ આઉટ થવાના કારણે ચર્ચામાં આવ્યો હતો. મેથ્યુઝ સ્ટ્રાઈક પર આવતા પહેલા હેલ્મેટ બદલવા ગયો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટાઈમ આઉટ કરવાની અપીલ કરી અને મેથ્યુઝે પવેલિયન પાછા ફરવું પડ્યું હતું.