અમે વર્લ્ડ ક્રિકેટને મેસેજ આપી દીધો...', ટૂર્નામેન્ટથી બહાર થયા બાદ પણ અફઘાનિસ્તાનના કેપ્ટને કહી મોટી વાત

અફઘાનિસ્તાને ટુર્નામેન્ટની 9 મેચમાંથી 4 મેચ જીતી છે

તે ICC Champions Trophy 2025માં સ્થાન મેળવવાની નજીક છે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
અમે વર્લ્ડ ક્રિકેટને મેસેજ આપી દીધો...', ટૂર્નામેન્ટથી બહાર થયા બાદ પણ અફઘાનિસ્તાનના કેપ્ટને કહી મોટી વાત 1 - image
Image:IANS

World Cup 2023 SA vs AFG : સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 42મી મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 244 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમે 5 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને ODI World Cup 2023માં કુલ 4 મેચ જીતી હતી. ટીમના શાનદાર પ્રદર્શનથી ખુશ થઈને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી(Hashmatullah Shahidi's Statement After Match Against South Africa)એ ખેલાડીઓના વખાણ કર્યા હતા. આ સાથે જ તેણે ક્રિકેટ જગતને એક મેસેજ પણ આપ્યો હતો. 

અમે અમારા પ્રદર્શનથી દુનિયાને એક સંદેશ આપ્યો છે - હશમતુલ્લાહ શાહિદી

મેચ સમાપ્ત થયા બાદ શાહિદીએ કહ્યું હતું કે, 'એક કેપ્ટન તરીકે મને મારી ટીમના પ્રદર્શન પર ગર્વ છે. અમે દરેક મેચમાં અંત સુધી લડ્યા. આ અમારા માટે મોટી શીખ છે. અમારા બેટ્સમેનોએ આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટ પહેલા અમારા બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા. અમે ભવિષ્યમાં આ ટુર્નામેન્ટના મોમેન્ટમને આગળ વધારવાનો પ્રયાસ કરીશું.' શાહિદીએ વધુમાં કહ્યું હતું કે, 'અમે અમારા પ્રદર્શનથી ક્રિકેટ જગતને એક મેસેજ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચનું પરિણામ ટીમ અને મારા માટે ચોંકાવનારું હતું. જો કે અમે આ વસ્તુઓ શીખવાનો અને ભવિષ્યમાં વધુ સારું ક્રિકેટ રમવાનું પ્રયાસ કરીશું.'

અફઘાનિસ્તાન Champions Trophy 2025માં સ્થાન મેળવવાની નજીક

અફઘાનિસ્તાનની ટીમે ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમે ટુર્નામેન્ટમાં 4 મેચ જીતી છે. આ સાથે જ તેણે ODI World Cup 2023માં પોઈન્ટ્સ ટેબલ પર છટ્ઠા સાથેન સમાપ્ત કર્યું છે. તે ICC Champions Trophy 2025માં પણ સ્થાન મેળવવાની નજીક છે.

અમે વર્લ્ડ ક્રિકેટને મેસેજ આપી દીધો...', ટૂર્નામેન્ટથી બહાર થયા બાદ પણ અફઘાનિસ્તાનના કેપ્ટને કહી મોટી વાત 2 - image


Google NewsGoogle News