'આના કરતાં તો અફઘાનિસ્તાન પાસે શ્રેષ્ઠ સુવિધાઓ...' સ્ટેડિયમ વિવાદમાં BCCIની ભારે ફજેતી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
'આના કરતાં તો અફઘાનિસ્તાન પાસે શ્રેષ્ઠ સુવિધાઓ...' સ્ટેડિયમ વિવાદમાં BCCIની ભારે ફજેતી 1 - image


Image Source: X

AFG vs NZ Test: અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચની શરૂઆત 9 સપ્ટેમ્બરના રોજ થવાની હતી. પરંતુ વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ રદ કરવી પડી હતી. ત્યારબાદ ભીના આઉટફીલ્ડના કારણે બીજા દિવસે પણ ગ્રાઉન્ડ સ્ટાફે મેદાનને સુખવવાનો પ્રયાસ કર્યો પરંતું તેઓ નિષ્ફળ રહ્યા. 

બીજા દિવસે ફરી ભીના આઉટફીલ્ડના કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે દરેકને આશા હતી કે, આ મેચ શરૂ થશે પરંતુ ગ્રેટર નોઈડામાં વરસાદે તમામ આશા પર પાણી ફેરવી દીધુ અને સતત ત્રીજા દિવસે પણ ટેસ્ટનો ટોસ પણ ન થઈ શક્યો. 

યજમાન અફઘાનિસ્તાને ગ્રેટર નોઈડા વેન્યૂને ટેસ્ટ માટે પસંદ કર્યા બાદ ખૂબ વિવાદ થઈ રહ્યો છે, કારણ કે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે નોઈડા સિવાય ટેસ્ટ મેચની યજમાની માટે બીજો કોઈ વિકલ્પ ન હતો. આ વચ્ચે ACBએ ત્રીજા દિવસની મેચ પણ વરસાદના કારણે રદ થયા બાદ BCCIની ભારે ફજેતી કરી છે. 

સ્ટેડિયમ વિવાદમાં BCCIની ભારે ફજેતી

ગ્રેટર નોઈડા સ્ટેડિયમ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે દાવો કર્યો કે, નોઈડા સ્ટેડિયમ ઘણા વર્ષોથી નથી બદલાયું. ACBએ કહ્યું કે, ગ્રેટર નોઈડા વેન્યૂ કરતા તો અફઘાનિસ્તાન પાસે શ્રેષ્ઠ સુવિધાઓ છે. 

ACB અધિકારીએ કહ્યું કે, તમે વિશ્વાસ નહીં કરશો પરંતુ અફઘાનિસ્તાનના સ્ટેડિયમોમાં આના કરતાં શ્રેષ્ઠ સુવિધાઓ છે. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. પરંતુ જેમ શાહિદીએ જણાવ્યું તેમ અહીં કશું જ નથી બદલાયું. 

અધિકારીએ આગળ દાવો કર્યો કે, એસીબી ન્યુઝીલેન્ડ સામેની મેચની યજમાની લખનઉ અથવા દેહરાદૂનમાં કરવા માગતી હતી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અમારી વિનંતીને નકારી કાઢી. જેના કારણે અમારી પાસે સ્થળ તરીકે ગ્રેટર નોઈડાને પસંદ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો.

પ્રથમ પસંદ લખનઉ સ્ટેડિયમ

અમારી પ્રથમ પસંદ લખનઉ સ્ટેડિયમ અને બીજુ દહેરાદૂન હતુ. અમારી વિનંતીઓ BCCI દ્વારા નકારી કાઢવામાં આવી અને અમને કહેવામાં આવ્યું હતું કે બંને રાજ્યો પોતપોતાની T20 લીગનું આયોજન કરી રહ્યા છે. આ એકમાત્ર મેદાન ઉપલબ્ધ હતું અને અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.


Google NewsGoogle News