આંખમાં આંસુ, ગળામાં રુદ્રાક્ષ... મોહમાયા છોડી સાધ્વી બન્યા મમતા કુલકર્ણી, જુઓ 10 તસવીરો
Mamta Kulkarni becomes a Sadhvi : મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલમાં ચાલી રહેલા મહાકુંભ 2025ની યાત્રાએ જઈ રહ્યા છે. આ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ સંન્યાસ પણ લઇ રહ્યા છે. જેમાં અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ જોડાઈ ગયું છે. મમતા કુલકર્ણીએ કિન્નર આખાડામાં જઈને સંન્યાસ લીધો છે. જેની હવે તસવીરો સામે આવી છે.
સંતો પાસેથી લીધા આશીર્વાદ
સંન્યાસ લીધા બાદ મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા.
સંસ્કાર વિધિ
આ દરમિયાન કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીના નેતૃત્વમાં બધા જ સંસ્કારોની વિધિ પૂર્ણ કરી હતી.
શાહી સ્નાન
મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધા પહેલા સંગમ પર જઈને શાહી સ્નાન કર્યું હતું.
દુગ્ધાભિષેક
આ અવસર પર કિન્નર અખાડાના સંતોએ મમતા કુલકર્ણીનો દુગ્ધાભિષેક કર્યો હતો.
દીક્ષા
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી હતી.
પટ્ટાભિષેક
દીક્ષાની વિધિ દરમિયાન મમતાનો વિધિવત પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો. આ પહેલા પટ્ટાભિષેક સાથે જોડાયેલી બધી ધાર્મિક વિધિઓને પૂરી કરી લેવામાં આવી હતી.
મમતાની મીડિયા સાથે વાતચીત
સંગમમાં સ્નાન કાર્ય બાદ મમતા કુલકર્ણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે સનાતન ધર્મના માર્ગ પર ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
કિન્નર અખાડા
કિન્નર અખાડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. જેમાં આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અનેક શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરતી હોય છે.
ગળામાં રુદ્રાક્ષ, મોહમાયા છોડી સાધ્વી બન્યા મમતા કુલકર્ણી
પટ્ટાભિષેક પછી મમતા કુલકર્ણીને ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો. અને આ દરમિયાન તેમણે ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી હતી.