Get The App

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરના મતે બુમરાહ નહીં, આ સ્ટાર બેટર ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવો જોઈએ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરના મતે બુમરાહ નહીં, આ સ્ટાર બેટર ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવો જોઈએ 1 - image


Image: Facebook

Team India Captain: ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર 1-3થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ચિંતાઓ એ બાબતની છે કે ભારતનો આગામી ટેસ્ટ કૅપ્ટન કોણ હશે. ખરાબ ફોર્મના કારણે રોહિત શર્માએ સિડનીની અંતિમ ટેસ્ટથી બહાર થવાનો મોટો નિર્ણય લીધો હતો. જસપ્રીત બુમરાહે તે ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી પરંતુ વર્કલોડના કારણે તે એક વખત ફરી ઈજાગ્રસ્ત થયો અને અંતિમ ઇનિંગમાં બોલિંગ માટે આવી ન શક્યો. જસપ્રીત બુમરાહની ફિટનેસને જોઈને લાગતું નથી કે તેને ફૂલ ટાઇમ કૅપ્ટન બનાવવો જોઈએ. દરમિયાન સવાલ એ છે કે આગામી કૅપ્ટન કોણ હશે? તેનો જવાબ ઓસ્ટ્રિલયન પૂર્વ કૅપ્ટન એડમ ગિલક્રિસ્ટે આપ્યો છે. ગિલક્રિસ્ટે ભારતના આગામી કૅપ્ટન તરીકે કોઈ યુવાન ખેલાડીને નહીં પરંતુ 36 વર્ષના અનુભવી ખેલાડીને પસંદ કર્યો છે. 

એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે 'જો જસપ્રીત બુમરાહને ફૂલ ટાઇમ કૅપ્ટન નિમણૂક કરવામાં આવે છે તો આ તેના માટે પડકારપૂર્ણ હોઈ શકે છે પરંતુ તે વિરાટ કોહલીને કૅપ્ટનશિપ સોંપે છે તો મને નવાઈ લાગશે નહીં. 'લીડરશિપમાં ફેરફાર? મને નથી ખબર કે બુમરાહે ફૂલ ટાઇમ કૅપ્ટન હોવું જોઈએ કે નહીં. મને લાગે છે કે આ તેના માટે થોડું પડકારપૂર્ણ હોઈ શકે છે. તેથી આગામી કૅપ્ટન કોણ હોઈ શકે છે, આ હકીકતમાં કોઈનું અનુમાન છે. ભલે તે વિરાટને પાછો લઈ જાય, મને નવાઈ લાગશે નહીં જો તેને આવું કરવામાં કોઈ વાંધો ન હોય તો.'

આ પણ વાંચો: BGTમાં જીત છતાં ઓસ્ટ્રેલિયાએ કૅપ્ટન બદલ્યો, કમિન્સના સ્થાને હવે દિગ્ગજને સોંપાયું સુકાન

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ભારતની ટીમ આગામી ટેસ્ટ સીરિઝ માટે જૂન 2025માં ઇંગ્લૅન્ડ પ્રવાસ પર હશે. એડમ ગિલક્રિસ્ટે ભવિષ્યવાણી કરી છે કે 'રોહિત શર્મા ઇંગ્લૅન્ડ જશે નહીં. મને નથી લાગતું કે રોહિત ઇંગ્લૅન્ડ જશે. મારો અર્થ છે કે ઘરે પહોંચ્યા બાદ સૌથી પહેલા તેની મુલાકાત બે મહિનાના બાળક સાથે થશે, જેની નેપી તેણે બદલવી પડશે. તે કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તક આપશે. તેને ઇંગ્લૅન્ડ વિરુદ્ધ કંઈક લિમિટેડ ઓવરની ક્રિકેટ પણ રમવાની છે. પછી તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જશે. તે આમાં રમવાની તક આપશે અને પછી કદાચ બહાર થઈ જાય.'


Google NewsGoogle News