ટીમ ઈન્ડિયાના નવા 'રોહિત-વિરાટ'! ઓપનિંગમાં આ 2 ધૂરંધરમાંથી એક પણ જામી જશે તો રનનો ખડકલો સર્જાશે

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાના નવા 'રોહિત-વિરાટ'! ઓપનિંગમાં આ 2 ધૂરંધરમાંથી એક પણ જામી જશે તો રનનો ખડકલો સર્જાશે 1 - image


Yashasvi Jaiswal Abhishek Sharma: ભારતીય ટીમે ગત મહિને એટલે કે જૂનમાં રમાયેલ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે એક મોટું એક્સપેરિમેન્ટ કર્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા આ T20 વર્લ્ડ કપમાં રોહિત અને કોહલીએ ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. પરંતુ ખિતાબ જીત્યા બાદ જ્યાં એક તરફ ચાહકો જશ્ન મનાવી રહ્યા હતા તો બીજી તરફ કોહલી અને રોહિતે એક પછી એક T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરીને પોતાના ચાહકોને નિરાશ કરી દીધા છે.

ઓપનિંગ માટે આ 5 ખેલાડીઓની દાવેદારી

બીજા દિવસે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. આવી સ્થિતિમાં ચાહકોની સામે આ સવાલ ચોક્કસપણે ઉભો થશે કે રોહિત અને કોહલીના સ્થાને ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે ઓપનિંગમાં કોણ મોરચો સંભાળશે?

આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે રોહિત-કોહલીની જગ્યાએ ઓપનિંગમાં મોરચો સંભાળવા માટે ઘણા યુવા દાવેદાર છે. આ લિસ્ટમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન જેવા સ્ટાર પ્લેયર સામેલ છે. પરંતુ તેમાં પણ યશસ્વી અને અભિષેકનું પલડું સૌથી ભારે નજર આવી રહ્યું છે. 

અભિષેકે સદી ફટકારીને દાવેદારી મજબૂત કરી

તેનું કારણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર અભિષેકની એ સદીની ઈનિંગ્સ છે જેણે દિગ્ગજોને પણ કાયલ કરી દીધા છે. અભિષેક પોતાની ડેબ્યૂ T20માં 4 બોલ પર ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. પરંતુ ઝિમ્બાબ્વે સામે સિરીઝની બીજી T20 મેચમાં તે 47 બોલ પર 100 રનની ઈનિંગ રમ્યો હતો.

આ મેચમાં અભિષેક એક સમયે 30 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ તેણે આગલા 16 બોલમાં 59 રન બનાવીને પોતાની સદી પૂરી કરી હતી. જોકે પછીના બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. અભિષેકે સતત 3 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ્સના દમ પર તેણે ઓપનિંગ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. આ સાથે જ તેણે એ પણ કહ્યું કે તે ઓપનિંગમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમીને કોઈપણ બોલિંગ લાઈનઅપને વેર-વિખેર કરવા માટે તૈયાર છે.

યશસ્વી બીજો ઓપનર બન્યો તો રનનો ખડકલો સર્જાશે

જો અભિષેકની સાથે બીજો ઓપનર યશસ્વી હશે તો મેચમાં રનનો ખડકલો સર્જાશે. યશસ્વીની ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને પ્લેઈંગ-11માં સ્થાન નહોતું મળ્યું. હવે તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રીજી મેચથી ટીમ સાથે જોડાશે.

પરંતુ યશસ્વીએ IPLમાં ખુદને સાબિત કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા યશસ્વી છેલ્લી એટલે કે 2024 IPL સિઝનમાં 16 મેચ રમ્યો હતો જેમાં તેણે 31.07ની એવરેજથી ઓપનિંગ કરતી વખતે 435 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 1 સદી અને 1 અડધી સદી પણ ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 104 રન રહ્યો હતો.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. તે સિરીઝની બાકીની T20 મેચોમાં ઓપનિંગમાં યશસ્વી અને અભિષેકને અજમાવી શકે છે. જ્યારે શુભમન ગિલ ઋતુરાજ ગાયકવાડ સાથે મિડલ ઓર્ડરમાં મોરચો સંભાળી શકે છે. 


Google NewsGoogle News