અભિષેક શર્માએ 37 બોલમાં તોફાની સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, અનેક દિગ્ગજોનો રેકૉર્ડ તોડ્યો
Abhishek Sharma Record: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સીરિઝની પાંચમી મેચ આજે (2 ફેબ્રુઆરી, 2025) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચની પહેલી ઇનિંગમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. આ મેચમાં અભિષેકે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારીને ઇંગ્લેન્ડને હંફાવી દીધું હતું. ત્યારબાદ તેણે પોતાની ઇનિંગ્સ આગળ વધારી અને સદી ફટકારી હતી. તે T20I માં સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.
આ પણ વાંચો: શું રાજકારણમાં આવશે ધોની? રાજીવ શુક્લાએ કહ્યું- તે આરામથી ચૂંટણી જીતી જશે
અભિષેક શર્માનું તોફાન આવ્યું
અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામે ભારતને શાનદાર શરૂઆત અપાવી. તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 4.2 ઓવરમાં તેમણે જેમી ઓવર્ટનના બોલ પર સિક્સર ફટકારી અને તે ભારત માટે બીજો સૌથી ઝડપી T20 બેટ્સમેન બન્યો. આ ઉપરાંત, તે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ દરમિયાન, તેમણે 10 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. હાલમાં, તે ક્રીઝ પર અણનમ છે. અભિષેક શર્માએ 270.27 ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી.
T20Iમાં ફુલ મેમ્બર્સ ટીમો સામે સૌથી ઝડપી સદી
- 35 બોલ - ડેવિડ મિલર Vs બાંગ્લાદેશ, પોટચેફસ્ટ્રૂમ 2017
- 35 બોલ - રોહિત શર્મા Vs શ્રીલંકા, ઇન્દોર 2017
- 37 બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
- 39 બોલ - જોહ્ન્સન ચાર્લ્સ Vs દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023
- 40 બોલ - સંજુ સેમસન Vs બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024
T20Iમાં સૌથી ઝડપી 50 રન બનાવનાર ભારતીય
- 12 બોલ - યુવરાજ સિંહ Vs ઈંગ્લેન્ડ, ડરબન 2007
- 17 બોલ - અભિષેક શર્મા Vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
- 18 બોલ - કેએલ રાહુલ Vs સ્કોટલેન્ડ, દુબઈ 2021
- 18 બોલ - સૂર્યકુમાર યાદવ Vs દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022
આ પણ વાંચો: ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત બની અંડર 19 વર્લ્ડકપ ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી