અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં ઉથલપાથલ મચાવી, ટોપ-10માં હવે 3 ભારતીય બેટર
ICC T20I ranking update : તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝને 4-1થી જીત્યા બાદ ICCએ જાહેર કરેલી રેન્કિંગમાં T20I ફોર્મેટમાં ભારતીય બેટરોએ ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યાકુમાર યાદવ પણ સામેલ છે. જયારે મિસ્ટ્રી સ્પીનર વરુણ ચક્રવર્તી પણ T20I બોલિંગ રેન્કિંગમાં ભારે સુધારો કર્યો છે.
અભિષેક શર્માએ લગાવી 38 સ્થાનની છલાંગ
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ રેન્કિંગમાં જો બેટિંગની કેટેગરીની વાત કરીએ તો હાલમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને અભિષેક શર્માએ રેન્કિંગમાં 38 સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. આ T20I યાદીમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટર ટ્રેવિસ હેડ ટોચના સ્થાન પર છે. ત્રીજા સ્થાન પર તિલક વર્મા છે. જયારે ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો : VIDEO: ભારત-ઈંગ્લેન્ડ મેચ પહેલા નાસભાગ, ટિકિટ લેવા માટે ભીડ ઉમટી, અનેક લોકો ઈજાગ્રસ્ત
સ્પીનર અકિલ હુસેન નંબર-1 બોલર
T20I બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તીએ 14 વિકેટ મેળવીને ત્રણ સ્થાનનો સુધારો કરી બીજા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ રવિ બિશ્નોઈએ પણ ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં પાંચ વિકેટ ઝડપીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય વેસ્ટ ઇન્ડીઝના સ્પીનર અકિલ હુસેને નંબર-1 બોલર તરીકે પોતાનું સ્થાન ફરીથી હાંસલ કરી લીધું છે. અગાઉ તેની સ્થાને આદીલ રાશિદે સ્થાન મેળવ્યું હતું.